Site icon Revoi.in

રાજસ્થાનમાં આવતી કાલે 199 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, ચુંટણીની સમગ્ર તૈયારીઓ પૂર્ણ

Social Share
રાજસ્થાનમાં આવતીકાલે  25 નવેમ્બર ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 199 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
આ દરમિયાન વિધાનસભાની એક બેઠક માટેની ચૂંટણી ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે મતદાન માટે કુલ 51 હજાર પાંચસો સાત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. લગભગ બે લાખ 75 હજાર જેટલા મતદાન કર્મચારીઓ તેમની ફરજ બજાવશે. તેમને મતદાન મથકો પર લઈ જવાની કામગીરી આજથી શરૂ થશે.
મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યા પ્રમાણે 26 હજાર ત્રણસો 93 મતદાન કેન્દ્રો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ આ મતદાન કેન્દ્રો પર નજર રાખશે, તથા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે છ હજાર બસ્સો અને 86 માઈક્રો ઓબ્ઝર્વર અને છ હજાર 247 સેક્ટર અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ એક લાખ બે હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં ત્રણ હજાર ત્રણસો 83 વિશેષ મતદાન કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે.
દરમિયાન તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે માત્ર પાંચ દિવસ બાકી હોવાથી ચૂંટણીપ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિત મુખ્ય પક્ષોના ટોચના નેતાઓ પ્રચારકરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ તેલંગાણામાં પ્રચાર  કરશે.
કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ અને અન્ય અગ્રણી  નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે જશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડ્રા આજે અને આવતીકાલે પાલકુર્થી, હુસ્નાબાદ, પલૈર, સથુપલ્લી અને મધિરામાં પ્રચાર કરશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપક્ષના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ સંબોધી રહ્યા છે