Site icon Revoi.in

આજે લોહડી પર્વ નિમિતે રાષ્ટ્રપતિ – ગૃહમંત્રીએ દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન

Social Share

દિલ્લી: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે આજે દેશમાં લોહડીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા દિગ્ગજોએ આ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને દેશવાસીઓને અભિનંદન આપતાં લખ્યું કે,’લોહડી, મકરસંક્રાંતિ, પોંગલ, ભોગાલી બિહુ અને પોષ પર્વ નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે, આ તહેવારો દ્વારા આપણા સમાજમાં પ્રેમ, સ્નેહ અને સંવાદિતાનું બંધન મજબૂત બને અને દેશમાં સમૃદ્ધિ અને ખુશી વધે. ‘

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના અભિનંદન સંદેશમાં લખ્યું કે, ‘લોહડીની હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ તમામ દેશવાસીઓના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે.

જમ્મુમાં સીઆરપીએફ જવાનોએ પાછલા દિવસે લોહડીની ઉજવણી કરી હતી,આ દરમિયાન સૈનિકોએ પણ ખુબ જ ડાંસ કર્યો હતો.

નોંધનીય છે કે, આ તહેવાર પંજાબ સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. શીખોમાં તહેવારનું ઘણું મહત્વ છે. આ તહેવારની શરૂઆત પાકની વાવણી અને લણણી સાથે જોડાયેલ છે. આ દિવસે મગફળી-તલ-રેવડીની સાથે અગ્નિની પૂજા કરવામાં આવે છે.

-દેવાંશી