Site icon Revoi.in

રાષ્ટ્રપતિ મુર્મુ કાલે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે -પીએમ મોદી 24 જાન્યુઆરીએ બાળ પુરસ્કારવોર્ડ મેળવનાર બાળકો સાથે કરશે વાતચીત

Social Share

દિલ્હીઃ-આવતીકાલે 23 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  વિજ્ઞાન ભવનમાં એક એવોર્ડ સમારંભમાં ઉપસ્થિતિ રહેશે આ સાથે જ તેઓ આ દિવસે 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરશે.

તો આ સહીત  પીએમ મોદી તેના બીજે દિવસે એટલે કે 24 જાન્યુઆરીએ એવોર્ડ મેળવનાર બાળકો સાથે વાતચીત કરશે. આ બાળકોને જીવનના તમામ ક્ષેત્રોમાંથી તેમની નવીનતા, સમાજ સેવા, શૈક્ષણિક, રમતગમત, કલા-સંસ્કૃતિ અને બહાદુરી કેટેગરીમાં અપવાદરૂપ સિદ્ધિઓ માટે પસંદ કરવામાં આવ્યા છે. 

આ વર્ષે, દેશના તમામ પ્રદેશોમાંથી પસંદ કરાયેલા 11 બાળકોને કલા અને સંસ્કૃતિ (4), બહાદુરી (1), નવીનતા (2), સમાજ સેવા (સામાજ સેવા) 1), અને રમતો (3)ના ક્ષેત્રમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે એટલે કે 23મી જાન્યુઆરી, 2023ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર એવોર્ડ સમારોહમાં 11 અસાધારણ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, 2023 એનાયત કરશે.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી, શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની 24મી જાન્યુઆરી, 2023ના રોજ રાજ્યમંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈની આદરણીય ઉપસ્થિતિમાં બાળકો સાથે વાર્તાલાપ કરશે અને પોતપોતાની કેટેગરીમાં તેમના અનુકરણીય પ્રદર્શન માટે તેમને અભિનંદન આપશે.ભારત સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર એનાયત કરે છે.

ઉલ્લેખનીય છએ કે  આ પુરસ્કારો 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોને છ કેટેગરીમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે. કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, શૈક્ષણિક, સમાજ સેવા અને રમતગમત, જે રાષ્ટ્રીય માન્યતાને પાત્ર છે. PMRBP ના દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, રૂ. 1 લાખનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.