- મોરેશિયસના રાષ્ટ્રપતિ ભારત આવ્યા
- બેલુર મઠ અને દક્ષિણેશ્વર મંદિરમાં કર્યા દર્શન
દિલ્હીઃ- વિદેશની નેતાઓની ભારત મુલાકાત સતત વધતી જઈ રહી છે ભારત સાથેના સુમેળભર્યા સંબંધોને લઈને અનેક નેતાઓ ભારત ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ શ્રેણીમાં હવે મોરેશિયસના રાષ્ટ્રપતિ ભારત આવી પહોચ્યા છે.તેઓ ત્રણ દિવસ દક્ષિણરાજ્યની મુલાકાતે આવ્યા છે.
તેઓ દક્ષિણેશ્વર કાલી મંદિર પહોચ્યા હતા, મંદિરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની પત્ની સાથે પૃથ્વિરાજસિંહ રૂપને મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી અને પરિસરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેઓ દર્શન કરીને અભિભૂત થયા હતા.
જાણકારી અનુસાર ત્યારબાદ તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક બેલુર મઠ ગયા, અધિકારીઓએ જણાવ્યું. ભાજપના નેતા અને સાંસ્કૃતિક સંગઠન ‘ખોલા હવા’ના પ્રમુખ સ્વપન દાસગુપ્તા રુપનની સાથે હતા.
ઉલ્લેખનીય છે કે મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપને સોમવારથી કોલકાતા મહાનગરની ત્રણ દિવસની ખાનગી મુલાકાતે ધાર્મિક સ્થળો બેલુર મઠ અને દક્ષિણેશ્વર કાલી મંદિરની મુલાકાત લીધી હતી.