Site icon Revoi.in

શું શાકભાજીની જમાખોરી થઈ રહી છે? રાજકોટમાં લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં ધરખમ વધારો

Social Share

રાજકોટ:એક તો ગૃહિણીઓ મોંધવારીથી પરેશાન છે. શાકભાજી, દૂધ, કઠોળ સહિત તમામ ભાવોમાં વધારો થવાથી બજેટ તો ખોરવાયુ છે જ. તેમાં પણ લીંબુના ભાવ સાતમાં આસમાને પહોંચતા ટેસ્ટફુલ લાગતી વાનગીઓ ફિક્કી પડી છે. હવે લીંબુની હરોળમાં ટામેટા પણ આવી જ રહ્યા છે.

જેવી રીતે લીંબુના ભાવે લોકોને રડાવ્યા ત્યારે હવે ટામેટાના ભાવ જોઇને પણ આંખો પહોળી થાય તો નવાઇ નહીં. કારણ કે છેલ્લા 3 દિવસમાં ટામેટાના ભાવમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. બજારમાં પ્રતિ એક કિલો ટમેટાનો ભાવ રૂ .100 કે તેથી પણ ઊંચી સપાટીએ અથડાઇ જતા કારમી મોંઘવારી વચ્ચે રસોડાની રાણીની તકલીફો વધી ગઈ છે.

માર્કેટિંગ મથકમાં ફલ પરપ્રાંતની ટમેટાની આવકો ઘટી ગઇ છે, ત્યારે જથ્થાબંધ બજારમાં ટમેટાના ભાવ પ્રતિ કિલોએ રૂ .50 એ પહોંચી ગયા છે, ત્યારે નફાખોરી વચ્ચે છૂટક બજારમાં ટમેટા સો રૂપિયે વેચાવાનું શરૂ થયું છે.

ઉલ્લેખનીય છે કે સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર જ્યારે કોઈ વસ્તુની જમાખોરી શરૂ થાય અને તેને લાંબો સમય સુધી બજારમાં વેચવામાં ન આવે તેના કારણે બજારમાં તેનો કાપ જોવા મળે છે અને ભાવમાં પણ વધારો જોવા મળે છે. સૂત્રોના દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે જો રાજ્યના કેટલાક સ્થળો પર પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવે તો જમાખોની મોટા કારસ્તાન બહાર આવી શકે છે.