Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ કચ્છના માલધારીઓને પૂછ્યું, વરસાદ-પાણી કેવા છે, બધા ક્ષેમ કુશળ છે ને?

Social Share

ભૂજઃ કચ્છની સંસ્કૃતિ બેનમુન છે, વર્ષો પહેલા કચ્છ એક વેરાન પ્રદેશ ગણાતો હતો. પણ વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છનો સર્વાંગી વિકાસ છે. જેમાં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિને લીધે કચ્છના વિકાસને ચાર ચાંદ લાગી ગયા હતા. ઘોરડાને કોઈ ઓળખતુ પણ નહોતું. પણ મોદીના શાસનકાળમાં ઘોરડોનો પ્રવાસન ક્ષેત્રે સારો વિકાસ થયો છે. ત્યાંના સફેદ રણને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. કચ્છના ધોળાવીરાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કચ્છના માલધારી સમાજના અગ્રણીઓએ પ્રત્યક્ષ મુલાકાત કરી આભાર વ્યકત કર્યો હતો. ત્યારે વડાપ્રધાને કચ્છી આગેવાનોને વરસાદ-પાણી કેવા છે?, એવો પ્રશ્ન પૂછીને કચ્છના ખબર-અંતર પૂછ્યા હતા.

કચ્છના ધોળાવીરાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યુ છે. તેથી સમગ્ર કચ્છના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં દિલ્હીમાં ગોપાલક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અને પ્રદેશ ભાજપના અરજણભાઇ રબારીની અધ્યક્ષતામાં રણછોડ રબારી વગેરે આગેવાનોએ વડાપ્રધાન મોદી સાથે રૂબરૂ મળી સઘળા પ્રયત્નો બદલ આભાર માન્યો હતો અને કચ્છ સંલગ્ન પુસ્તક ભેટ આપ્યું હતું. અગ્રણીઓ દ્વારા ધોળાવીરા પધારવા આમંત્રણ આપ્યું હતું, જેનો સકારાત્મક પ્રતિભાવ આપતાં વડાપ્રધાને જરૂર આવીશ એમ જણાવી કચ્છમાં વરસાદ-પાણી કેવાં છે ? એમ પણ પૂછ્યું હતું, તેમજ સાંતલપુર-ઘડુલી અને એકલ- બાંભણકા માર્ગ વિશે પણ ચર્ચા કરી હતી.