Site icon Revoi.in

પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ASEAN-ભારત સમિટમાં હાજરી આપશે

Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે ઉષ્માભરી અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, મોદીએ પ્રધાનમંત્રી ઇબ્રાહિમને મલેશિયા દ્વારા ASEAN અધ્યક્ષપદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન આપ્યા હતા. તેમણે મલેશિયાના નેતૃત્વ હેઠળ આગામી ASEAN-સંબંધિત સમિટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ASEAN-ભારત સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી અને ASEAN-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

X પરની એક પોસ્ટમાં, મોદીએ કહ્યું કે, “મારા પ્રિય મિત્ર, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે ઉષ્માભરી વાતચીત થઈ. તેમને મલેશિયાના ASEAN અધ્યક્ષપદ બદલ અભિનંદન આપ્યા અને આગામી સમિટમાં તેમની સફળતાની શુભેચ્છા પાઠવી હતી. ASEAN-ભારત સમિટમાં વર્ચ્યુઅલી જોડાવા અને ASEAN-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે આતુર છું.