- નાના બાળકોથી લઈને યુવતીઓમાં પ્રિન્ટેડ કપડાની ફેશન
- વનપીસથી લઈને ગાઉન પણ લાગે છે આકર્ષક
સામાન્ય રીતે યુવતીઓની ફેશન બદલતી રહેતી હોય છે બદલતા સમયથી સાથે ફેશનમાં પમ પરિવર્તન આવે છે જ્યારે હાલ હવે ઉનાળો આવી ગયો છે તો મોટા ભાહની ગર્લ્સ અને નાની બાળાઓ વનપીસ, લોંગ કોટમ ગાઉન વધુ પહેરે છે,જો કે આજકાલ કોટનમાં પ્રનિટેડ કપડાની ફેશને રંગ જમાવ્યો છે. નાના બાળકના શર્ટ હોય કે નાની બેબીના ફઅરોક હોય કોટનમાં અવનવી ફુલોની પ્રિન્ટ અવનવી કાર્ટૂન પ્રિન્ટ અવેલેબલ હોય છે જે બાળકોને આકર્ષક લૂકની સાથે સાથે કમ્ફર્ટ ફીલ કરાવે છે
ફ્લાવર પ્રિન્ટ અને ફ્રૂટ પ્રિન્ટના કપડા હાલ ડિમાન્ડમાં જોવા છે. તેમાં પણ જો તમે ફ્લોરેશન, લાઇટ બ્લુ, પીળા જેવા દેખાવમાં આવતા રંગો આ પ્રકારની પ્રિન્ટવાળા શોર્ટ ડ્રેસ પહેરો છો તો તમારો લૂક ફેશનેબલ બને છે.આજ પ્રિન્ટમાં લોંગ કોટચનના ગાઉન પણ આકર્ષક લૂક પ્રદાન કરે છે.