Site icon Revoi.in

કાજલથી થતા નુકશાનથી આંખોને બચાવો – કાજલ લગાવાના શોખિન છો તો હોમમેડ કાજલનો કરો ઉપયોગ

Social Share

સામાન્ય રીતે આપણે બદામમાંથી કાજલ બનાવાની ઘણી રીત જોઈ હશે, જો કે આજે વાત કરીશું હોમમેડ કાજલ બનાવાની પણ તેની રીત કંઈક જૂદી જ છે,આ સાથે જ આ કાજલ તમારી આંખો પર લોંગ ટાઈમ ટકી પણ રહે છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં બનીને તૈયાર થાય છે,જે આંખોને પણ નુકશાન નહી કરે અને બાળકોને પમ લગાવી શકાય છે,જો કે બાળકોને કાજલથી દૂર રાખવાની ડોક્ટર્સ સલાહ આપે છે તે અનુસરવી જોઈએ

સામગ્રી

સૌ પ્રથમ બે નાના નાના દિવડાઓ લો તેમાં સરસોનું તેલ ભરી દો

હવે રુની જાડી વાટ બનાવો આ વાટની અંદર થોડો થોડો અજમો એડ કરીને ગોળ ગોળ વાટ લપેટી દો જેથી અજમો અંદરની સાઈડમાં આવી જાય(અજમો 30 થી 35 દાણા જેટલો જ આશરે લેવો)

હવે આ કોયડાઓમાં રુની બનાવેલી વાટને પહેલા ઓઈલમાં ભીની કરીને પછી કોયડામાં રાખીને તેને સળગાવો

હવે બન્ને દિવ઼ાઓ  વચ્ચે થોડુ અતંર રહે તે રીતે સળવાગો, દિવડાઓની આજુબાજબ બે ગ્લાસ ઊંધા રાખઈદો હવે તેના  એક સ્ટિલની પ્લેટ ઊંધી કરીને ઢાકી દો, હવે જ્યા સુધી વાટ ઓલવાય ન જાય ત્યા સુધી એમ જ રહેવાદો

હવે જ્યારે દિવો એલવાય જશે એટલે પ્લેટમાં જે કાળાશ ભેગી થી હશે તેને આંગળી વડે એક સાઈડમાં ભેગી કરીલો, હવે તેમાં થોડુ ગાયનું દેશી ઘી નાખીને આગંળી વડે મિક્સ કરી એક ડબ્બીમાં ભરીલો,

ધ્યાન રાખવું કાજલ લિક્વિડ ફઓમમાં ન થવી જોઈએ જેથી ઘી 2 થી 3 ટિપા જ એડ કરીને બરાબર મહેનત પડે તે રીતે મિક્સ કરવી,હવે આ કાજલને 1 વર્ષ સુધી રાખી શકો છો અને લગાવી શકો છે, 

Exit mobile version