Site icon Revoi.in

40 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવે બૂસ્ટર ડોઝ- ભારતીય વૈજ્ઞાનિકોનો ઓમિક્રોનને લઈને અભિપ્રાય

Social Share

મુંબઈ: કોરોનાવાયરસનો જે વેરિયન્ટ અત્યારે દુનિયાના તમામ દેશોને ડરાવી રહ્યો છે તેને લઈને હવે લોકોમાં ચિંતા પ્રસરી છે. આવામાં આ ભારત દેશના વૈજ્ઞાનિકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે ઓમિક્રોનથી જો મૃત્યુઆંકને વધતા રોકવો હોય તો 40 વર્ષથી ઉપરના લોકોને બુસ્ટર ડોઝ લગાવવામાં આવે અને એવા લોકો પર ફોકસ રાખવામાં આવે, જેમને સૌથી વધુ ખતરો છે. ઈન્ડિયન સાર્સ-કોવિડ જેનેટિક કન્સોર્શિયમ(INSACOG)ના બુલિટીનમાં બૂસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી છે.

પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના માઈક્રો વાયરોલોજી વિભાગના પૂર્વ પ્રોફેસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકોએ સેકન્ડ ડોઝ લીધાને 6થી 9 મહીના થઈ ગયા છે, તેમને બુસ્ટર ડોઝ આપવો જોઈએ. કારણ કે 6થી 9 મહીનામાં એન્ટીબોડી ઘટે છે. આ જ કારણોસર ઈન્ફ્લુએન્ઝા વેક્સિનના ડોઝને પણ એક વર્ષની અંદર જ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે દેશના કોવિડ ટાસ્ક ફોર્સના ચેરમેન દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ગંભીર રોગીઓ અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે વેક્સિનના એડિશનલ ડોઝ(બૂસ્ટર ડોઝ) પર નવી પોલીસી લાવી રહી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ(NTAG) આ અંગેની પોલીસીને 2 સપ્તાહમાં તૈયાર કરશે. NTAG દેશના 44 કરોડ બાળકોના વેક્સિનેશન માટે નવી પોલીસી લાવવા જઈ રહ્યું છે.