Site icon Revoi.in

પુણે એરપોર્ટ આજથી 29 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે – વેક્સિન સપ્લાયમાં નહી આવે અડચણ

Social Share

દિલ્હીઃ- આજથી પુણે એરપોર્ટ પર રનવે અને ગ્રાઉન્ડની જાળવણીના કામો શરુ થનાર છે જેને લઈને પુણે એરપોર્ટ આજથી લઈને 14 દિવસ માટે બંધ રાખવામાં આવશે.આ એરપોર્ટ પર 29 ઓક્ટોબર સુધી કોઈ ફ્લાઇટનું સંચાલન નહી કરવામાં આવે ભારતીય વાયુસેના  રનવેની મરામતની કામગીરી હાથ ધરાતી હોવાથઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોરોના રસીકરણનો પુરવઠો પહોંચાડવાનું કાર્ય બંધ થશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર, રનવેનું સમારકામ કામ આ વર્ષે એપ્રિલમાં કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ તે સમયે તે શક્ય નહોચતું બન્યું જેને લઈને હવે તે કામગીરી હાથ ધરવામાં આવી છે.

પુણે એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને આપેલી માહિતી પ્રમાણે સપ્ટેમ્બર 2020 માં જ એરપોર્ટને 15 દિવસ સુધી બંધ રાખવાનું હતું પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળી ન હતી. આ વર્ષે રનવે રિપેરનું કામ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ 13 વર્ષ પછી  પહેલી વખત બંધ થયું છે. આ માટે પુણે એરપોર્ટ 15 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી બંધ રહેશે.

પુણે એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યાપ્રમાણે આ, રનવેની જાળવણી લગભગ દસ વર્ષ પછી કરવામાં આવી લરહી છે, જે સરફેસિંગ વર્ક તરીકે ઓળખાય છે. આ પંદર દિવસમાં સમગ્ર 2.5 કિલોમીટર લાંબા રનવેનો ટોચનો સ્તર રિલે કરવામાં આવશે. આ માટે, રનવે પર એર ટ્રાફિકનું સંચાલન 14 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. તેને 20 ઓક્ટોબરે સામાન્ય લોકો માટે ફરીથી ખોલવામાં આવશે.

તાજેતરમાં, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સિંધુદુર્ગમાં એરપોર્ટના ઉદ્ઘાટન દરમિયાન પુણે એરપોર્ટને સમારકામ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી. સિંધુદુર્ગને મુંબઈ સાથે જોડતી આ ફ્લાઈટ આસપાસના લોકોને મોટી સુવિધા મળશે. સિંધુદુર્ગમાં એરપોર્ટ શરૂ થતાની સાથે જ મુંબઈની યાત્રા માત્ર 85 મિનિટમાં પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાન અંતર કાપવામાં 10 કલાકથી વધુ સમય લાગતો હતો. તે 381 રૂટ અને 61 એરપોર્ટનું સંચાલન કરે છે, જેમાં 5 હેલિપોર્ટ અને 2 વોટર એરોડ્રોમનો સમાવેશ થાય છે