Site icon Revoi.in

પંજાબઃ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો – 3 પોલીસ જવાનો પણ ઘાયલ, હાલ પણ એન્કાઉન્ટ શરુ

Social Share

ચંદિગઢઃ-પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા કેસના શકમંદો સાથે પંજાબ પોલીસ આમનેસામને જોવા મળી હતી ,પોલીસે શરુ કરેલા એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર જગરૂપ રૂપા માર્યો ગયો છે, જ્યારે ત્રણ પોલીસકર્મીઓ  પણ આ ઘટનામાં ઘાયલ થયા છે. 

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમૃતસરના ભકના કલાનૌર ગામમાં આ એન્કાઉન્ટર હાલ પણ ચાલી રહ્યું છે. માહિતી પ્રમાણે એક બીજો શંકાસ્પદ મનપ્રીત સંતાયો હોવાની જાણકારી  છે. પોલીસ સતત આત્મસમર્પણની અપીલ કરી રહી છે. આ સાથએ જ અહીના ગ્રામજનોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મનપ્રીત એકમાત્ર શૂટર છે જેણે મૂઝવાલા પર AK47 થી પહેલી ગોળી ચલાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આદેશ આપ્યો હતો .

આ પછી પોલીસે  સમગ્ર ગામને ઘેરી લીધું અને ઓપરેશન શરૂ કર્યું. શાર્પ શૂટરોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ ગામને ચારે બાજુથી ઘેરી લીધું છે. આ ગામ પાકિસ્તાન બોર્ડર પાસે અટારી પાસે આવેલું છે. માહિતી મળી રહી છે કે ગુંડાઓ એકે-47થી પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે.

પંજાબમાંથી શાર્પ શૂટરો સંતાઈને પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે ત્યારે પંજાબ મૂસેવાલા કેસમાં એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કર્યા બાદ તેના હુમલાખોરો ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ એક ગેંગસ્ટરને પંજાબ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. મળતી માહિતી મુજબ હત્યારા જગરૂપ રૂપા અને મન્નુ કુસા ગામમાં સંતાયેલા હોવાની માહિતી મળી હતી. જ્યારે એન્ટી ગેંગસ્ટર ફોર્સને સંતાયાની માહિતી મળી ત્યારે પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન પોલીસ અને શાર્પ શૂટરો વચ્ચે અથડામણ સર્જાય હતી જો કે પોલીસે સરેન્ડર કરવાની પણ ઓફર કરી હતી પરંતુ તેઓ માન્યા ન હતા હાલ પણ એન્કાઉન્ટર શરુ છ.

Exit mobile version