Site icon Revoi.in

પંજાબઃ-કોરોનાના નિયમનો ભંગ કરવાના આરોપમાં અભિનેતા જીમિ શેરગિલની ઘરપકડ કરાઈ

Social Share

દિલ્હીઃ-બોલિવૂડ અભિનેચા જિમ્મી શેરગિલને બુધવારે પંજાબના લુધિયાણામાં કોરોનાના નિયમનો ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા મંગળવારે તેની ફિલ્મના શૂટિંગ કરવાના આપોરમાં ચલણ કાપવામાં આવ્યું હતું. જીમિ પર એવો આરોપ છે કે અભિનેતાની ફિલ્મના શૂટિંગ દરમિયાન, સામાજિક અંતર તેમજ અન્ય નિયમોનું બિલકુલ પણ પાલન કરવામાં આવ્યું ન હતું,

લુધિયાણાની આર્ય સ્કૂલમાં એક એક કરીને ઘણી ફોર વ્હીલર્સ કેમ્પર્સમાં પ્રવેશી હતી. જ્યારે અંદરનો નજારો જોતા માલુમ પડ્યું કે, પંજાબી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અભિનેતા જિમી શેરગિલ એક પંજાબી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. આર્ય સ્કૂલને સેશન કોર્ટ લુધિયાનાનું રૂપ આપવામાં આવ્યું છે. પોલીસને જ્યારે આ વાતની ખબર પજતા પોલીસ આવી પહોંચી હતી. પોસીલ આવતાની સાથે જ અભિનેતાએ શૂટિંગ બંધ કરી દીધું હતું. ફિલ્મના નિર્દેશકે તેમને મંજૂરીના કાગળો બતાવ્યા. આ પછી, તેમણે ત્યાં સામાજિક અંતરનું પાલન ન કરતા ડિરેક્ટર સહિત બે લોકોના બે હજાર રૂપિયાના ચલણ કાપવામાં આવ્યા હતા.

એસીપી સિંહે આ મામલે જણાવ્યું છે કે તેમને  શૂટિંગની પરમિશન મળી હતી. સામાજિક અંતરનું ઉલ્લંઘન કરનારા બે લોકો પર લચણ ફાડવામાં આવ્યું છે. આર્ય સ્કૂલમાં પૂરતા ઓરડાઓ છે, દરેક રૂમમાં પાંચથી છ લોકો હતા. શૂટિંગ સમયસર પૂરું થયું હતું. પોલીસ પાર્ટી જોઇને જે લોકોએ માસ્ક નહતું પહેર્યુ તેમણે  તાત્કાલિક માસ્ક પહેરી દીધા. જેની પાસે માસ્ક નહોતા, તેમાંથી કેટલાક લોકોએ રૂમાલથી મોં  ઢાક્યું હતું.