Site icon Revoi.in

મુંબઈ એરપોર્ટ ઉપર બ્રિટન સહિતના દેશોમાંથી આવેલા 745 પ્રવાસીઓને કરાયાં ક્વોરન્ટીન

Social Share

મુંબઈઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત સહિતના દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ભારત દ્વારા બ્રિટન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ બે દિવસના સમયગાળામાં બ્રિટન સહિતના અન્ય દેશોમાંથી આવેલા 1688 મુસાફરો મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યાં હતા. જે પૈકી 745 પેસેન્જરને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

બ્રિટનમાં કોરોનાનું નવું સ્વરૂપ સામે આવતાં યુરોપ અને મધ્ય-પૂર્વથી આવનારા પૅસેન્જરો માટે નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર જાહેર કરવામાં આવી છે. તેમજ પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર જ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જે પૈકી 745 જેટલા પ્રવાસીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. ક્વૉરન્ટીન કરાયેલા ૭૪૫ પૅસેન્જરોમાંથી કોઈનામાં કોરોનાનાં લક્ષણો જણાયાં છે કે કેમ એની પુષ્ટિ કરી શકાઈ નથી.

તમામને મુંબઈમાં સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. ઍરપોર્ટ પર બીએમસીની ટીમો ગર્ભવતી મહિલાઓ અથવા સ્વજનની અંતિમવિધિ માટે પ્રવાસ ખેડનારા પૅસેન્જરોને ક્વૉરન્ટીન થવામાંથી મુક્તિ આપી રહી છે. અત્યાર સુધીમાં આવા બે પૅસેન્જરોને મુક્તિ અપાઈ હોવાનું જાણવા મળે છે.