Site icon Revoi.in

અમેરિકાની આર બોની ગેબ્રિયલએ મિસ યુનિવર્સ 2022નો તાજ પહેર્યો

Social Share

મુંબઈ:અમેરિકાને 71મી મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે.મિસ યુનિવર્સ માટે ટોપ 3 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી.ટોચના 3 સ્પર્ધકોની આ યાદીમાં વેનેઝુએલા, યુએસ અને ડોમિનિકન રિપબ્લિકના સ્પર્ધકોને સ્થાન મળ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતી દિવિતી રાય આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.દિવિતા ઈવનિંગ ગાઉન રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.મિસ યુનિવર્સની આ સ્પર્ધા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં યોજાઈ હતી.આ સ્પર્ધામાં 86 દેશોએ ભાગ લીધો હતો.

દિવિતા ટોપ 16માં પહોંચી ગઈ હતી.કોસ્ચ્યુમ રાઉન્ડમાં દિવિતાએ ગોલ્ડન બર્ડ બનીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ વર્ષે મિસ યુનિવર્સ માટે નવો તાજ આપવામાં આવશે. આ નવા તાજને પ્રખ્યાત લક્ઝરી જ્વેલર મૌવાદે ડિઝાઇન કર્યો છે. આ તાજની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. અને તેમાં હીરા અને નીલમ જડેલા છે. આ ઉપરાંત, આ તાજમાં પગના આકારનું એક મોટું નીલમ પણ છે, જેની આસપાસ હીરા જડેલા છે. આ સમગ્ર તાજમાં કુલ 993 પથ્થરો છે. જેમાં 110.83 કેરેટ નીલમ અને 48.24 કેરેટ વ્હાઈટ ડાયમંડ છે. તાજની ટોચ પર શાહી વાદળી નીલમનું વજન 45.14 કેરેટ છે.