Site icon Revoi.in

 રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે સંમત, ટી-20 વર્લ્ડ કપ બાદ સંભાળી શકે છે પદભાર

Social Share

દિલ્હીઃ- ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા સંમત થયા છે.ઉલ્લેખનીય છે  કે તાજેતરમાં તે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે તેઓ જોડાયો હતા.

આ સાથે જ વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ બાદ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી શકે છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે. આ સાથે જ કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટનશિપ છોડવાની પણ જાહેરાત કરી છે.

મીડિયા સાથે વાત કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે દ્રવિડે કોચ બનવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. તેમણે કહ્યું કે આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. આ સાથે જ વિક્રમ બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. તેમના સિવાય અન્ય પોસ્ટ્સનું ધ્યાન રાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ હંમેશા બીસીસીઆઈની પસંદગી હતા.

Exit mobile version