Site icon Revoi.in

દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ, કેટલાક રાજ્યમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Social Share

દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને વિતેલી રાત્રે ગુજરાતના કેટલા શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહી અનેક વિસ્તારમાં વરસાદ સાખે કરા પણ પડ્યા હતા, સાથે વાજગીજ સાથે વરસાદે માજા મૂકી હતી,તો વળઈ દેશના ઉત્તર અને પશ્વિમિ રાજ્યોમાં પણ ભારે પવન સાથે વપરસદા જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 અને 30 મેના પોજ  વરસાદની પીક રહેશે. તેની અસરને કારણે 31 મે સુધી દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના સેવાઈ રહી  છે. વિભાગે જમ્મુ ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના ભાગોમાં સોમવાર અને મંગળવારે વરસાદની આગાહી કરી છે.

આ સહીત હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની સહિત ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા ભાગોને લઈને એલર્ટ જારી કર્યું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં દિલ્હીમાં ઘણા સ્થળોએ (30-40 કિમી પ્રતિ કલાકની ઝડપ) સાથે હળવો વરસાદ એથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામન વિભાગની જાણકતારી અનુસાર  રાજ્યના ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, 30 અને 31 મે માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, મધ્યપ્રદેશમાં પણ વીજળી પડવાથી 2 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવ્યા છે.

આ સહીત રાજસ્થાનની જો વાત કરીએ તો  જયપુર, બિકાનેર, જોધપુર, અજમેર અને ભરતપુર વિભાગો માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક અને વરસાદની અપેક્ષા છે.સાથે જ અહીં આગામી 24 કલાકમાં બિકાનેર, જેસલમેર, નાગૌર જિલ્લામાં ભારે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. અહીં 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.