- ચેન્નઈમાં વરસાદના કારણે ઘણી ફ્લાઈટ રદ કરાઈ
- વરસાદને લઈને 20 જીલ્લામાં રેડ એલર્ટ જારી
ચેન્નઈઃ- છેલ્લા થોડા દિવસોથી દેશનું રાજ્ય તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે,રાજધાની ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ધીમી ગતિ બાદ વરસાદ ફરી શરૂ થયો છે અને તેની સાથે બુધવારે આ વિસ્તારમાં સ્પષ્ટ લો પ્રેશર વિસ્તાર તીવ્ર બન્યો છે.
આ સમગ્ર મામલે હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 11 નવેમ્બરની સાંજે આ લો પ્રેશર વિસ્તાર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. હવામાનના આ વલણને કારણે, આગામી ત્રણથી ચાર દિવસ સુધી તમિલનાડુના મોટા ભાગોમાં વરસાદની સંભાવનાઓ યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમુક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે, જ્યારે મોટા ભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન, વરસાદને લઈને 20 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ભારે વરસાદને કારણે આઠ ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું કે 11 નવેમ્બરે તમિલનાડુના તિરુવલ્લુર, કલ્લાકુરિચી, સાલેમ, વેલ્લોર, તિરુનમલાઈ, રાનીપેટ અને તિરુપુત્તર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. તે જ સમયે, તમિલનાડુના નીલગિરિસ, કોઈમ્બતુર, ચેંગાપલ્ટુ, નમક્કલ, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.જ્યારે તમિલનાડુ, પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. અને કરાઈકલમાં પણ વાજગીજ સાથે વરસાદની શક્યતાઓ છે.