Site icon Revoi.in

પોલિંગ ઓફિસર પર હુમલો કરવા બદલ રાજ બબ્બર દોષિત કરાર,બે વર્ષની જેલની સજા

Social Share

મુંબઈ:અહીંની સાંસદ/ધારાસભ્ય અદાલતે ગુરુવારે બોલિવૂડ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બરને 1996ની ચૂંટણીમાં મતદાન અધિકારી પર હુમલો કરવા બદલ દોષી કરાર ઠરાવતા તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.એમપી/એમએલએ કોર્ટના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અંબરીશ કુમાર શ્રીવાસ્તવે રાજ બબ્બરને બે વર્ષની જેલ અને રૂ. 6500ના દંડની સજા ફટકારી હતી. આ કેસમાં રાજ બબ્બર સાથે આરોપી અરવિંદ સિંહ યાદવનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું.

બાદમાં કોર્ટે રાજ બબ્બરને વચગાળાના જામીન પર મુક્ત કર્યા, ચુકાદા સામે અપીલ દાખલ કરવાની તક પૂરી પાડી. નોંધનીય છે કે 2 મે, 1996ના રોજ મતદાન અધિકારી શ્રી કૃષ્ણ સિંહ રાણાએ વજીરગંજ પોલીસ સ્ટેશનમાં રાજ બબ્બર અને અરવિંદ સિંહ યાદવ ઉપરાંત અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી.

આરોપ છે કે,રાજ બબ્બર અને તેના સહયોગીઓએ ફરિયાદી અને શિવ કુમાર સિંહને માર માર્યો હતો.આ દરમિયાન મતદાન મથકના બૂથ નંબર 191માં નિયુક્ત મતદાન અધિકારી મનોજકુમાર શ્રીવાસ્તવ ઉપરાંત વીકે શુક્લા અને પોલીસે તેમને બચાવ્યા હતા.