Site icon Revoi.in

રાજ કુંદ્રા કેસઃ શિલ્પા શેટ્ટીનો મોબાઈલ ફોન સહિતના ગેજેટની ગાંધીનગર FSLમાં થશે તપાસ

Social Share

અમદાવાદઃ અશ્લિલ ફિલ્મ પ્રકરણમાં ઝડપાયેલા રાજ કુંદ્રા સામે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં મુંબઈ ક્રાઈમબ્રાન્ચે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પૂછપરછ પણ કરી હતી. તેમજ શિલ્પા શેટ્ટીનો મોબાઈલ ફોન સહિતના ગેજેટ જપ્ત કરવામાં આવ્યાં હતા. તેની તપાસ અર્થે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. ગાંધીનગર એફએસએલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ગાંધીનગર એફએસએલ બે દિવસમાં જ તમામ ગેજેટની તપાસ કરીને રિપોર્ટ મુંબઈ ક્રાઈમબ્રાન્ચને મોકલી આપશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અશ્લિ ફિલ્મ પ્રકરણમાં મુંબઈ ક્રાઈમબ્રાન્ચ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. તેમજ રાષ્ટ્રીયકૃત બેંકમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના જોઈન્ટ ખાતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ એકાઉન્ટમાંથી કરોડોના નાણાકીય વ્યવહારો થયાં હોવાનું જાણવા મળે છે. શિલ્પા શેટ્ટીનાં તમામ ગેઝેટસની તપાસ હવે ગાંધીનગરમાં કરવામાં આવશે. શિલ્પા શેટ્ટીનાં મોબાઈલ, લેપટોપ વગેરે ગાંધીનગર લાવવામાં આવ્યા છે જ્યાં FSLમાં આ તમામ ઉપકરણોને સ્કેન કરવામાં આવશે અને તે બાદ બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને મોકલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 23 જુલાઈએ જ્યારે મુંબઈ પોલીસ રાજ કુંદ્રાને લઈને શિલ્પાના ઘરે પહોંચી હતી ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં હતી. તેણે બૂમો પાડતા કહ્યું- ‘તમારા બિઝનેસથી મારા પરિવારની ખૂબ બદનામી થઈ રહી છે. આ કારણે મારા હાથમાંથી ઘણા પ્રોજેક્ટ્સ જતા રહ્યા છે.’ દરમિયાન સેશન કોર્ટે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની અરજી ફગાવતા રાજ કુંદ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.