Site icon Revoi.in

અગસ્તા-વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગના મામલાના આરોપી રાજીવ સક્સેનાને મળ્યા જામીન

Social Share

અગસ્તા વેસ્ટલેન્ડ મામલાના આરોપી રાજીવ સક્સેનાને કોર્ટે જામીન આપ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી તેને 22 ફેબ્રુઆરી સુધીના વચગાળાના જામીન મળ્યા છે.

સક્સેના 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે. ઈડીનો આરોપ છે કે સક્સેનાએ ખૈતાનની સાથે સાઠગાંઠ કરીને અગસ્તા વેસ્ટલેન્ડની તરફેણમાં 12 વીવીઆઈપી હેલિકોપ્ટરના કરારને પ્રભાવિત કર્યો હતો. તેના માટે રાજીવ સક્સેનાએ વિભિન્ન રાજકારણીઓ, બ્યૂરોક્રેટ્સ અને વાયુસેનાના અધિકારીઓના ગેરકાયદેસર નાણાંને લોન્ડ્રિંગ કરવા માટે વૈશ્વિક કોર્પોરેટ માળખાને આપ્યા હતા. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સક્સેના પણ આરોપી લોકોમાં સામેલ છે.

રાજીવ સક્સેના અને દીપક તલવાર બંને દુબાઈને દુબઈ પોલીસે ઝડપી પાડયા હતા. દિલ્હી લવાયા બાદથી બંને આરોપીઓ ઈડીની કસ્ટડીમાં હતા.

રાજીવ સક્સેનાના વકીલ ગીતા લુથરાનું કહેવું હતુંકે જેવી રીતે સક્સેનાને ભારતમાં લાવવામાં આવ્યો છે, તે ગેરકાયદેસર છે. જેને કારણે તેને રિમાન્ડ પર લેવાની વિનંતી આપોઆપ અયોગ્ય ઠરે છે. તલવારની વાપસી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેણે એવિએશન ક્ષેત્રમાં યુપીએ હેઠળ વિવાદાસ્પદ સોદાઓમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઉદાહરણ તરીકે વિદેશી એરલાઈન્સ માટે મંજૂરી અને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એરોસિટી યોજનાનો વિકાસ. એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી દુકાનોને મળેલા પુરસ્કારોને પણ સોદાના ભાગ સ્વરૂપે જોવામાં આવ્યા હતા.

Exit mobile version