Site icon Revoi.in

અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન: 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Social Share

મુંબઈ: રામ તેરી ગંગા મૈલી જેવી ફિલ્મોથી પ્રખ્યાત બનેલા અભિનેતા રાજીવ કપૂરનું મંગળવારે નિધન થયું છે. 58 વર્ષીય રાજીવનું હાર્ટ એટેકથી નિધન થયું છે.તબિયત લથડતા રાજીવને ઇનલંકસ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કરીનાના પિતા રણધીર કપૂર પણ પહોંચ્યા.પરંતુ સારવાર શરૂ થયા પહેલાં જ રાજીવ કપૂરનું મોત થયું હતું.

રણધીરે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે ‘મેં મારા નાના ભાઈ રાજીવને ગુમાવ્યો છે. હવે તે આ દુનિયામાં નથી. ડોક્ટરોએ તેને બચાવવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કર્યા, પરંતુ તે તેમને બચાવી શક્યા નહીં. રણધીરે એમ પણ કહ્યું કે, હવે તે તેના ભાઈના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે.

રાજીવ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. ગયા વર્ષે જ ઋષિ કપૂરનું નિધન થયું હતું,જેના કારણે હજી પરિવાર સદમામાંથી બહાર આવ્યો નથી.ત્યાં હવે રાજીવના મોતને કારણે પરિવારને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

રાજીવે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ જવાબદારથી કરી હતી. જો કે, તેમને તેની વાસ્તવિક ઓળખ ફિલ્મ રામ તેરી ગંગા મૈલીથી મળી હતી. ફિલ્મમાં રાજીવ સાથે મંદાકિની મુખ્ય ભૂમિકામાં હતી. બંનેની જોડીને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ 1962માં મુંબઇમાં થયો હતો. એક્ટિંગમાં સફળતા ન મળ્યા બાદ રાજીવે ફરીથી નિર્માતા તરીકે પોતાનું કામ શરૂ કર્યુ. રાજીવે હીના, પ્રેમ ગ્રંથ અને આ અબ લૌટ ચલે જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

-દેવાંશી