Site icon Revoi.in

રાજકુમારની પુણ્યતિથીઃ ફિલ્મી પર્દા ઉપર જ અસલ જીંદગીમાં પણ રાજા હતા રાજકુમાર

Social Share

મુંબઈઃ બોલીવુડમાં જાનીના નામથી જાણીતા રાજકુમારની આજે પુણ્યતિથી છે. રાજકુમાર આજના દિવસે 1996એ અંતિમ શ્વાસ લીધા હતા. રાજકુમાર એવા કલાકાર હતા જે માત્ર પર્દા ઉપર જ નહીં પરંતુ અસલ જીંદગીમાં પણ એક રાજાની જેમ એક રૂબાબ સાથે જીવ્યાં હતા.

હિન્દી ફિલ્મ જગતમાં રાજકુમારનું નામ એક બેબાક એક્ટર તરીકે લેવાતું હતું. રાજકુમાર પર્દા પર જેટલા બેબાલ હતા અસલ જીંગદીમાં પણ એટલા જ મુંહફટ હોવાનું ફિલ્મ જગતના લોકો માનતા હતા. રાજકુમારનો જન્મ 8 ઓક્ટોબર 1926ના રોજ હાલના પાકિસ્તાનમાં આવેલા બલુસ્તાનના કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. રાજકુમારની જાણીતી ફિલ્મોમાં પાકીઝા, વક્ત, સૌદાગર જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. રાજકુમાર આજ આપણી વચ્ચે નથી. પરંતુ તેમની સાથે જોડાયેલા કિસ્સા અવાર-નવાર સાંભળવા મળે છે.

રાજકુમાર વાત કરતી વખતે પોતાની સ્ટાઈલ છોડતા ન હતા. તેમનું અવસાન ગળાના કેન્સરના કારણે થયું હતું. રાજકુમારે પોતાને કેન્સર થયું હોવાની વાત લાંબા સમય સુધી ફિલ્મ જગતમાં છુપાવી હતી. આ વાત માત્ર રાજકુમાર અને તેમનો પુત્ર પુરુ જ જાણતા હતા. જ્યારે દિલીપ કુમારને આની જાણ થઈ ત્યારે તેઓ સાત્વના આપવા માટે રાજકુમારના ઘરે દોડી ગયા હતા. દિલીપ કુમારે જ્યારે બીમારી અંગે અફસોસ વ્યક્ત કર્યો ત્યારે રાજકુમારે પોતાની આગવી સ્ટાઈલમાં કહ્યું હતું કે, જાની હમ રાજકુમાર હૈ.. હમે સર્દી-ઝુકામ જેસી મામૂલી બીમારી થોડી હોગી.. હમે કેન્સર હુઆ હૈ.. કેન્સર. મોતની નજીક હોવા છતા રાજકુમારનો આ અંદાજ જોઈને દિલીપકુમાર પણ ગમગીન થઈ ગયા હતા. અંતિમ સમયે પણ રાજકુમારના ચહેરા ઉપર પહેલા જેવો જ રૂવાબ હતો.

બોલીવુડમાં જ્યારે શાનદાર ડાયલોગની વાત થાય છે ત્યારે સૌથી પ્રથમ રાજકુમારનું નામ આવે છે. ડાયલોગ બોલવાના અંદાજને કારણે રાજકુમારને હંમેશા યાદ કરવામાં આવે છે. રાજકુમારને આજે પણ બોલીવુડના સુપર સ્ટાર તરીકે જ ગણવામાં આવે છે. એવુ કહેવાય છે કે, રાજકુમારને અસલ જીંદગીમાં સમજવા ખુબ મુશ્કેલ હતા. જો કે, નાના પાટેકરે એક ઈન્ટવ્યુહમાં કહ્યું હતું કે, તિરંગા ફિલ્મના શુટીંગમાં રાજકુમાર સાથે ગણો સમય પસાર કર્યો હતો. એટલે મને માલુમ થયું કે, રાજકુમાર દિલના બહુ સારા હતા, પરંતુ લોકો તેમને સમજી શક્યા ન હતા.