Site icon Revoi.in

રાજનાથસિંહ રફાલમાં આજે ભરશે ઉડાણ અને ફ્રાંસમાં કરશે શસ્ત્રપૂજન, પેરિસ પહોંચીને કહી આ વાત

Social Share
ફાઈલ તસવીર

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પેરિસ પહોંચ્યા છે. વિજયાદશમી પર ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા પ્રમાણે રાજનાથસિંહ શસ્ત્ર પૂજા પણ કરશે. વિધિવત શસ્ત્રપૂજન બાદ સંરક્ષણ પ્રધાન ફ્રાંસની કંપની દસૉ પાસેથી ખરીદવામાં આવેલા રફાલ યુદ્ધવિમાનને અધિગ્રહીત કરશે અને વિમાનમાં સંરક્ષણ પ્રધાન ઉડાણ પણ ભરશે. રફાલ ઉન્નત તકનીકથી સજ્જ યુદ્ધવિમાન છે. દસૉની સાથે થયેલા સોદાની પહેલી ખેપમાં ભારત વિજયાદશમીના પ્રસંગે 4 રફાલ યુદ્ધવિમાન પ્રાપ્ત કરશે.

પેરિસ પહોંચ્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એક ટ્વિટ પણ કર્યું છે. રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યુ છે કેફ્રાંસ પહોંચીને હું ખુશ છું. આ મહાન દેશ ભારતનું મહત્વનું સાથીદાર છે. આપણો આ ખાસ સંબંધ ઔપચારીક સંબંધોથી પણ વધારે ગાઢ અને લાંબો છે. ફ્રાંસની મારી યાત્રનો ઉદેશ્ય બંને દેશો વચ્ચેના હાલની વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તરીત કરવાની છે.

ભારતમાં શસ્ત્રપૂજાની પરંપરા ઘણી સદીઓથી ચાલી આવે છે. મહારાણા પ્રતાપે આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોને રણભૂમિમાં ધૂળ ચટાડતા પહેલા અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરતા રહે છે. આ પરંપરાનું પાલન કરતા ભારતીય સેના પણ વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજા પણ કરે છે.

કદાચ આ પરંપરાનું નિર્વહન કરવા માટે રફાલ યુદ્ધવિમાનનું અધિગ્રહણ વિજયાદશમીના દિવસે થઈ રહ્યું છે. અશ્વિની માસના શુક્લપક્ષની દશમી તિથિને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે લંકામાં રાજા રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. માટે વિજયાદશમીને આસુરી શક્તિઓ પર દેવીય શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે.

શસ્ત્ર પૂજા સાથે યુદ્ધવિમાન રફાલના અધિગ્રહણ કરવા પાછળ કદાચ એ ધારણા હશે કે આ યુદ્ધવિમાન ભારત તરફ આંખ ઉઠાવનારી દરેક શક્તિઓને નેસ્તોનાબૂદ કરવામાં દેશના સૈન્ય દળો માટે મહત્વના સાબિત થશે.

જણાવવામાં આવે છે કે ભારતીય વાયુસેનાના બેડામાં આ યુદ્ધવિમાનના સામેલ થવા પર દેશની વ્યૂહાત્મક શક્તિ વધશે અને દક્ષિણ એશિયામાં જ્યાં પાકિસ્તાન હંમેશા દુશ્મની ભરેલો વ્યવહાર કરે છે, તે આંખ ઉઠાવીને જોવાની હિમાકત કરશે નહીં.

સંરક્ષણ વિશેષજ્ઞોનું માનવું છે કે રફાલ જેવી ક્ષમતા ધરાવતું કોઈ યુદ્ધવિમાન હાલ પાકિસ્તાન પાસે નથી. રિટાયર એર માર્શલ એમ. મથેશ્વરણે કહ્યુ છે કે પાકિસ્તાન પાસે મલ્ટી રોલ એરક્રાફ્ટ એફ-16 છે. પરંતુ તે એવું જ છે કે જેવુ ભારતનું મિરાજ – 2000 છે. પાકિસ્તાન પાસે રફાલ જેવું કોઈ યુદ્ધવિમાન નથી.