Site icon Revoi.in

બહેનના લાડલા ભાઈ માટે હવે બજારમાં ‘રાખી મીઠાઈ’ પણ છે તૈયાર,આજે જ ખરીદો

Social Share

ભાઈ અને બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર, ભાઈ અને બહેન ભલે આખુ વર્ષ લડે-ઝગડે પણ રક્ષાબંધનમાં તો બંન્ને વચ્ચેનો અતૂટ પ્રેમ જોવા મળતો હોય છે. આવામાં જો વાત કરવામાં આવે બહેનના લાડલા ભાઈઓની તો આ વખતે તેઓ પોતાના ભાઈ માટે બજારમાંથી રાખી મીઠાઈ પણ ખરીદી શકે છે.

દરે વખતે રક્ષાબંધનના તહેવારમાં કઈને કઈ અલગ જોવા મળતું હોય છે પણ આ વખતે તહેવારને અલગ રીતે ઉજવવાનો મોકો મળી રહ્યો છે. દરેક વ્યક્તિની કૂકીઝ ખાવાની પોતાની રીત હોય છે. બજારમાં બટર કૂકીઝથી લઈને ચોકલેટ, વેનીલા, કેરી અને કેરેમેલ સુધીની કૂકીઝની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે. તેમને વધુ આકર્ષક બનાવવા માટે, તેઓ ચોકલેટ ચિપ્સ અથવા ક્રીમ સાથે શણગારવામાં આવે છે.

કોઈપણ તહેવારની ઉજવણી માટે કેકનો વિકલ્પ શ્રેષ્ઠ છે. જો તમે રાખી મીઠાઈ માટે શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે રાખી ડિઝાઇનમાં તૈયાર કરેલી કેક અજમાવી શકો છો.

જરૂરી નથી કે માત્ર હાથમાં રાખડી બાંધવાથી જ સંબંધ મજબૂત બને. જો તમારા મનમાં પ્રેમ છે, તો તમે ગમે તે પદ્ધતિ અપનાવો, આ મીઠાશ કાયમ રહેશે. બજારમાં રાખી મીઠાઈના ઘણા વિકલ્પો અથવા વેરાયટી ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટ્સ અને માવા દ્વારા ઘરે જ મીઠાઈ બનાવી શકો છો. તેને કેસરથી સજાવો અને રાખડીની ડિઝાઇન આપો.