Site icon Revoi.in

આવતી કાલે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન – જાણો રાખડી બાંધવાનું શુભ મૂહર્ત

Social Share

આવતીકાલે સમગ્ર દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર ગણાતા તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે દર વર્ષે સાવન મહિનાની પૂર્ણિમા એટલે આ ખાસ તહેવાર, રક્ષાબંધનને લઈને માર્કેટોમાં પણ ભઆરે ભીડ જામી છે,આ વખતે માર્કેટમાં અવનવી રાખડીઓ પણ જોવા મળી રહી છે ત્યારે આ પાવન પર્વ પર બહેને ભાઈની કલાઈ પર રાખડી બાધંવા માટેની રાહ જોવે છે,બહેન ભાઈને લાંબા આયુષ્યના આશિર્વાદ આપે છે, જો કે ઘણા લોકો ચોક્કસ મૂર્ત પ્રમાણે રાખડી બાંધતા હોય છે, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સારા ચોઘડીયામાં સારા કાર્યો કરવામાં આવે છે તો ચાલો આપણે જાણી લઈએ ાવતી કાલે રાખવી બાંધવા માટે કયા કયા મૂર્હત છે .

શુભ મૂહર્ત માટેની માન્યતા એવી છે કે શુભ મુહૂર્ત માં કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે રક્ષાબંધન પર 4 શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે આ વખતે રક્ષાબંધનનું મહત્વ વધુ વધી ગયું છે. 

રક્ષાબંધન સાવન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે 11 ઓગસ્ટના રોજ સવારે 10.38 વાગ્યાથી પૂર્ણિમાની તિથિ શરૂ થઈ રહી છે. તે જ સમયે, પૂર્ણિમાની તારીખ 12 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. 

જેથી ઉદયા તિથિ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ, 2022 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાખડી બાંધવાનો સૌથી શુભ સમય સવારે 9.28 થી 10.14 સુધીનો છે.

આ વર્ષે આ તહેવાર પર 4 શુભ યોગ

બીજી ખાસ વાત આ વર્ષના તહેવારની એ છે કે આ વર્ષે રક્ષાબંધન ના તહેવાર પર 4 શુભ યોગ બની રહ્યા છે.

  1. આયુષ્માન યોગ 10 ઓગસ્ટના રોજ સાંજે 7.35 વાગ્યાથી 11 ઓગસ્ટના રોજ બપોરે 3.31 વાગ્યા સુધી ચાલશે.
  2.  11 ઓગસ્ટના રોજ સવારે 5.30 થી 6.53 સુધી રવિ યોગનો શુભ સંયોગ છે. 
  3. બીજી તરફ સૌભાગ્ય યોગ 11મી ઓગસ્ટના બપોરે 3.32 વાગ્યાથી 12મી ઓગસ્ટના રોજ સવારે 11.33 વાગ્યા સુધી રહેશે. 
  4. આ સિવાય શોભન યોગની સાથે ધનિષ્ઠ નક્ષત્રનો પણ શુભ સંયોગ છે.