Site icon Revoi.in

રણબીર-આલિયાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું સોંગ ‘દેવા-દેવા’ રિલીઝ

Social Share

મુંબઈઃ- અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈ હેડલાઈનમાં જોવા મળે છે છ. દર્શકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ફિલ્મનું આ નવું સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ આ સોંગનું ટિઝર લોંચ કરાયું હતું. ત્યારે હવે સોંગને જોઈને દર્શકો ફિલ્મ જોવા ઉત્સુક બન્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસંત્રનું બીજુ સોંગ દેવા દેવા આજ રોઝ રિલીઝ કરવામાં આવ્યું છે.આ સોંગમાં  ગાયક અરિજીત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. સંગીત પણ પ્રિતમે આપ્યું છે

બ્રહ્માસ્ત્રના આ ભક્તિ સોંગમા શબ્દોની જો વાત કરીએ તો તે અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. આ સોંગના  વીડિયોમાં અભિનેતા રણબીર કપૂર પોતાની શક્તિ શોધતા આગ સાથે રમતો જોવા મળી રહ્યો છે.બીજી મહત્વની વાત એ છે કે સોંગમાંઅમિતાભ બચ્ચનની ઝલક પણ જોવા મળી રહી છે. સાથે આલિયા પણ સોંગમાં જોઈ શકાય છે.

9 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની જેવા કલાકારો જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે રણબીર અને આલિયા એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે 9 સપ્ટેમ્બર 2022ના રોજ દર્શકો આ ફિલ્મ સિનેમાધરોમાં જોઈ શકશે.

Exit mobile version