Site icon Revoi.in

ઘરે બેઠા મળી જશે રાશન! જાણો સરકારની આ સુવિધાનો લાભ કેવી રીતે મળશે

Social Share

કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી Ration Service Umang App સામાન્ય લોકો સુધી સીધી અને યોગ્ય ભાવે સામાન પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે. ઉમંગ એપની આ સર્વિસ દ્વારા ગ્રાહક પોતાની સુવિધા અનુસાર સામાન સરકારી ભાવે ખરીદી શકશે. કાર્ડ ધારક રાશનની દુકાનની સચોટ જાણકારી પણ લઇ શકે છે.

આ સુવિધા એક વાર સંપૂર્ણપણે શરૂ થઈ જતા રાશનની દુકાનો સામે લાંબી લાંબી લાઇનો જોવા નહી મળશે.રાશન કાર્ડ ધારકોને જલદી જ આ લાંબી લાઇનોમાંથી મુક્તિ મળી જશે. કેન્દ્ર સરકારે ‘રાશન સર્વિસની સુવિધા હવે ઉમંગ એપ પર શરૂ કરી દીધી છે. ઉમંગ એપ દ્વારા ઘરે બેઠા મહિનાનું રાશન સરકારી ભાવે સરળતાથી મંગાવી શકાશે.

આ સુવિધા હાલ ભારતના 22 રાજ્યોમાં શરૂ કરવામાં આવશે. આ એપ પર રાશન બુક કરાવવાની સાથે-સાથે નજીકની દુકાનને શોધી પણ શકાશે. સાથે જ સામાનની કિંમત પણ ચેક કરી શકો છો. તેના પર રાશનની દુકાન પર મળનાર તમામ વસ્તુઓના ભાવ પણ ઉપલબ્ધ હશે.

કાર્ડ ધારક આ સુવિધાનો ઉપયોગ કરી પોતાની ખરીદીના 6 મહિનાનો રેકોર્ડ પણ જોઇ શકે છે. મેરા રાશન સર્વિસ હેઠળ હિંદી-અંગ્રેજી સાથે ભારતમાં બોલાતી 12 ભાષાઓ જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી, અસ્મિ, ઓડિયા, બંગાળી, ઉર્દૂ, ગુજરાતી અને મરાઠી ભાષામાં જાણકારી લઇ શકાશે.