Site icon Revoi.in

રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે સમાધાન યોજનાને મંજૂરી, ઋણદાતાઓને અપાશે રૂ. 4400 કરોડ

Social Share

દિલ્હીઃ- નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટી ની મુંબઇ શાખાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક એકમ રિલાયન્સ ઇન્ફ્રાટેલ માટેની ઠરાવ યોજનાને મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને આ અંગે માહિતી આપી હતી.

કંપની એ આ બાબતે જણાવ્યું હતુ કે, એનસીએલટી-મુંબઇએ તેમના સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિભાગ દ્વારા 3 ડિસેમ્બરના રોજ રિલાયન્સ ઇન્ફ્રાટેલ લિમિટેડ દ્રારા રજુ કરવામાં આવેલી સમાધાન યોજનાને 3 ડિસેમ્બરના રોજ પરવાનગી આપવામાં આવી ચૂકી છે, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકમ રિલાયન્સ ઇન્ફ્રાટેલ પાસે દેશભરમાં 43 હજાર ટાવર્સ અને 1 લાખ 72 હજાર કિલોમીટર ફાઇબર લાઈન છે.

આ પહેલા સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ સમાધાન પ્રક્રિયાથી કંપનીના ઋણદારોમાં આશરે 4 હજાર 400 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે. સમાધાન યોજનાને ધીરનાર સમિતિ તરફથી 100 ટકા મત મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમાધાન યોજના હેઠળ ભંડોળનું વિતરણના મામલે દોહા બેંકની દખલ અરજીના નિકાલ પર નિર્ભર રહેશે.

સાહિન-