Site icon Revoi.in

LPG સિલિન્ડરના લાલ રંગનું પણ એક કારણ છે,શું તમે જાણો છો?

Social Share

આજકાલ લગભગ દરેક ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરના સ્ટવનો ઉપયોગ થાય છે.તમને દરેક ઘરમાં ગેસ સિલિન્ડર જોવા મળશે.આપણે રોજેરોજ ગેસ સિલિન્ડર જોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે,ગેસ સિલિન્ડરનો રંગ લાલ કેમ હોય છે? ગેસ સિલિન્ડરના લાલ રંગ પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે.શું તમે જાણો છો આ પાછળનું કારણ?

જેમ આપણે જાણીએ છીએ કે લાલ રંગને જોખમના સંકેત તરીકે જોવામાં આવે છે અને એલપીજી સિલિન્ડરમાં પણ જ્વલનશીલ ગેસ હોય છે તેથી તે પણ જોખમ છે.ગ્રાહકોની સુરક્ષા માટે ગેસ સિલિન્ડરને લાલ રંગથી રંગવામાં આવે છે.

આ સિવાય જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તો, લાલ રંગના પ્રકાશમાં દૃશ્યમાન સ્પેક્ટ્રમમાં સૌથી વધુ વેવલેન્થ હોય છે. જેના કારણે લાલ રંગ દૂરથી દેખાય છે. આ જ કારણ છે કે ખતરનાક વસ્તુઓ દૂરથી જોઈ શકાય છે, તેથી તેને લાલ રંગવામાં આવે છે.

સિલિન્ડરના ઉત્પાદનમાં ખાસ કાળજી રાખવામાં આવે છે.એલપીજી એક ગંધહીન ગેસ છે. તે અત્યંત જ્વલનશીલ છે પરંતુ તેમાં કોઈ ગંધ નથી. આવી સ્થિતિમાં ગેસ લીક થવાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આને રોકવા માટે, સિલિન્ડરમાં તીવ્ર ગંધવાળું ઇથિલ મર્કેપ્ટન પણ ઉમેરવામાં આવે છે, જેથી ગેસ લીકની ગંધ શોધી શકાય.