Site icon Revoi.in

આજથી 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેંકના કાર્ય સમયમાં કરાયો ઘટાડો – સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ થશે કામ

Social Share

અમદાવાદ– સમગ્ર રાજ્યમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે, ત્યારે અનેક ખાનગી સરકારી ક્ષત્રેના કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, ત્યારે બેંક એસોસિએશન દ્રારા સરકાર સમક્ષ બેંકના કામના કલાકો ઘટાડવા બાબતે અપીલ કરવામાં આવી હતી, ત્યારે હવે તેમની આ અપીલ સ્વીકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિયેશના ગુજરાતના યુનિયને રાજ્યવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ બાબતે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

આ અપીલ બાદ આદે 21 એપ્રિલના રોજથી રાજ્યની તમામ બેંકોનું કામકાજ સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી જ કરવામાં આવશે,આ સાથે જ રુપિયાની લેવડ-દેવડનું કાર્ય જ કરવામાં આવશે, બીજી તરફ પહેલા સિનિયર સિટિઝન લોકોનું કામ કરવાને મહત્વ આપવામાં આવશે, આ સાથે બેંકોમાં માત્ર 50 ટકાની ક્ષતા સાથે જ ચાલુ રખાશે.

બેંકમાં 50 ટકા અન્ય સ્ટાફને ઘરે રહીને કામ કરવાનું રહશે, આ સાથે જ એટીએમમાં પૈલસાની અછત ન સર્જાય તેનું ખાસ ધ્યાન અપાશે,આજ રોજ 21 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી બેંકોના કાર્યનો સમય આજ રાખવામાં આવશે.

આ સમગ્ર બાબતે બેંકોના યૂનિયન દ્રારા દાલો કરાયો છે કે બેંકમાં કામ કરતા અનેક લોકોએ અત્યાર જીવ ગુમાવ્યા છે જેને ભયથી હવે બેંક કર્મીઓએ કામના કલાક ઘટાડવાની માંગણી કરી હતી જે હવે આજથી અમલી બની રહી છે.

સાહિન-