Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો મિત્ર બનશે રોબોટ, આ રીતે બનશે માર્ગદર્શક

Social Share

અમદાવાદ: ડિજીટલ ઇન્ડિયા હેઠળ દેશમાં હવે હાઇટેક ટેક્નોલોજીના વધુમાં વધુ ઉપયોગ માટે સરકાર સતત પ્રયાસરત છે. વિવિધ ક્ષેત્રોમાં હવે રોબોટિક્સ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. મોટી હોટેલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્પિટલમાં દર્દીઓના ઑપરેશનનું કામ. અનેકવિધ કામકાજ માટે રોબોટનો ઉપયોગ થઇ રહ્યો છે. તમામ પ્રકારની માહિતી પૂરી પાડતી રોબોટિક્સ ટેક્નોલોજી હવે અમદાવાદ લાવવામાં આવી છે.

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટના ડિપાર્ચર ટર્મિનલમાં આ રોબોટને મૂકવામાં આવ્યો છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇન્વેન્ટો રોબોટિક્સ દ્વારા તેને તૈયાર કરાયો છે. બેંગ્લોરથી આવેલી સ્ટાર્ટઅપ કંપનીની સ્પેશિયલ ટીમ દ્વારા આ રોબોટનું એરપોર્ટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ મિત્ર રોબોટ આપવામાં આવ્યું છે. આ રોબોટ મુસાફરોને મિત્રની જેમ માહિતી પ્રદાન કરે છે તેમજ સમસ્યાના નિરાકરણ માટે પણ મદદરૂપ બને છે.

આ રીતે રોબોટ મદદરૂપ થશે

જો કોઇ મુસાફરને કોઇ પ્રશ્નો કે સમસ્યા હશે તો તે કઇ એરલાઇનનું કાઉન્ટર ક્યાં છે, તેમજ ટોઇલેટ ક્યા ઉપલબ્ધ છે તે સહિતની માહિતી પૂરી પાડશે. રોબોટ માહિતીની સાથોસાથ તે જગ્યા પર રૂબરૂ જઇને મુસાફરને બતાવશે. મુસાફોરને ટર્મિનલમાં પડતી સમસ્યાનું નિરાકરણ આવશે.

નોંધનીય છે કે, દેશના મોટા એરપોર્ટ જેવા કે મુંબઇ, દિલ્હીમાં પણ આ પ્રકારની અત્યાધુનિક રોબોટિક ટેક્નોલોજી નથી. ત્યારે સૌ પ્રથમ ગુજરાતના એરપોર્ટ પર આ ટેક્નોલોજી જોવા મળશે. હાલમાં તો એરપોર્ટ પર ફક્ત ટ્રાયલ રન શરૂ કરાયું છે. જો મુસાફરોનો સહયોગ પ્રાપ્ત થશે તો બીજો રોબોટ પણ મુકાશે.