Site icon Revoi.in

આજથી અમરનાથની યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા શરુ – જાણો કંઈ-કંઈ બેંકોમાં થઈ શકે છે રજીસ્ટ્રેશન

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેર શરુ થઈ ચૂકી છે, દિવસેને દિવસે સતત કેસ વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે જૂન મહિનાની 28મી તારીખ શરુ થનારી અમરનાથની વર્ષ 2021ની યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી ચૂકી છે.

આજ રોજ 1લી એપ્રિલના દિવસથી સમગ્ર દેશભરની 446 બેન્કની શોખાઓમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓ પોતાની નોંધણી આગળથી કરાવી શકશે.અમરનાથની યાત્રાની નોંધણીમાં સામેલ થયેલી બેંકોમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્કમાં શંભૂનાથના ભક્તોને આ સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે.,

આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આવી 17 બેન્ક શાખાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. આ માટે નોંધણી કરાવા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો અને ડોક્ટરો પાસેથી 15 માર્ચથી રજુ અનિવાર્ય સ્વાસ્થ્ય પ્રમાણપત્રને માન્યતા આપવામાં આવી છે. હેલિકોપ્ટરમાં યાત્રા કરવા માંગતા હોય તેમણે આ માટે પણ પહેલાથી નોંધણી કરાવી પડશે

જમ્મુ કાશ્મીર જે દેશનું સ્વર્ગ ગણાય છે જયા અમરનાથ શ્રાઈન બોર્ડને દેશ-વિદેશથી અંદાજે 6 લાખ શ્રદ્ધાળુંઓ આવે તેવી આશા સેવી રહ્યા છે,આ સાથે જ સમગ્ર તૈયારીઓ પણ શરુ કરવામાં આવી ચૂકી છે, આધાર શિબિર ભગવતીનગરમાં યાત્રિકોની આવાસ ક્ષમતા 1500થી વધારીને 5 હજાર કરવાની યોજના છે. જો આ યાત્રા થશે તો ટૂરિઝમ ક્ષેત્રને વેગ મળશે અને સ્થાનિક લોકોને રોજગારીની ફરી તક મળશે.

સાહિન-