Site icon Revoi.in

કોરોનામાં રાહતઃ છેલ્લા 24 કલાકમાં 1,225 કેસ નોંધાયા, નવા કેસની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રહાત મળી રહી છે, કોરોનાના સતત ઘટતા કેસોને જોઈને એ અંદાજો લગાવી શકાય કે કોરોનાની ત્રીજી લહેર હવે સતત નબળી પડી ચૂકી છે, જ્યા એક તરફ તીન અને ફ્રાંસમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યા બીજી તરફ ભારતમાંથી કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે.નવા નોઁધાતા દૈનિક કેસોનો આંકડો હવે 1500ની અંદર પહોચી ચૂક્યો છે.

જો છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો 24 કલાકમાં કોરોનાના 1 હજાર 225 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આ કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે કોરોનાના કુલ 1 હજાર 233 નવા કેસ નોંધાયા હતા. 

જો દેશમાં સક્રિય કેસોની વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં કોરોના વાયરસના કુલ 14 હજાર 307 સક્રિય કેસ જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસથી 1 હજાર 594 લોકો સાજા થયા છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 28 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 22,27,307 રસીકરણ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે તકે રસીકરણે કોરોનાના કેસોને ઓછા કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ સાથે જ હવે કોરોનાના કેસો હળવા થતા જ દેશભરમાં સંપૂર્ણ છૂટ આપવામાં આવી ચૂકી છે, કોરોનાના કારણે લગાવાયેલા તમામ પ્રકારના પ્રતિબંધો હવે હટાવી લેવામાં આવ્ો છે, શાળા,કોલેજો સ્કુલ,સ્પા,જીમ,મોલ,થીયેટરોસબાગ-બગીચાઓ જેવા જાહેર સ્થળો પણ હવે ઘમઘમતા થયા છે.