Site icon Revoi.in

કોરોનામાં રાહતઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4,043 નવા કેસો, સક્રિય કેસો 48 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે ત્યારે જો કોરોનાના સક્રિય કેસો વિશે વાત કરીએ તો હવે આ કેસની સંખ્યા ઘટીને 48 હજાર કરતા ઓછી થઈ ગઈ છે આ સાથે જ નવા નોંધાતા કેસોની સંખ્યા હવે દૈનિક 5 હજારની અંદર નોંધાઈ રહી છે.જેન પરથી કહી શકાય કે કોરોનામાં રાહત મળી રહી છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન દેશભરમાં કુલ 4 હજાર 43 નવા કોરોનાના કેસો નોંઘાયા છે.આ સાથે જ હવે સક્રિય કેસો 47 હજાર 379 પર પહોંચી ચૂક્યા છે.

જો છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનામાં થયેલા મૃત્યુની વાત કરીએ તો 15 દર્દીઓને કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે.સક્રિય કેસો હવે કુલ સંક્રમિતોના 0.11 ટકા જ જોવા મળી રહ્યા છે.જો કે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા બમણી જોઈ શકાય છે.

કોરોનાથી સાજા થવાના દરની વાત કરવામાં આવે તો આ રાષ્ટ્રીય દર 98.71 ટકા જોવા મળે, આ સાથે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં  648 કેસોનો ઘટાડો નોંધાયો છે.આ સાથે જ જો કોરોનાના દૈનિક સંક્રમણ દરની વાત કરી તો તે હાલ 1.37 ટકા જોવા મળે છે,જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર હવે 1.81 ટકા જોઈ શકાય છે.ત્યારે મૃત્યુ દર હવે 1.19 ટકા જોવા મળે છે.આ સાથએ જ વ્યાપકપ્રમાણમાં વેક્સિનેસન કરવામાં આવી રહ્યું છે.જે પ્રમાણે 216.83 કરોડ ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.