Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસોમાં રાહત, છેલ્લા 24 કલાકમાં 4,282 કેસ નોંધાયા, સક્રિય કેસો હવે 47 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં એકદમ વધારો જોવા મળ્યો હતો જો કે હવે રાહતની વાત એ છે કે કોરોનાના કેસો ઓછા થતા જોવા મળી રહ્યા છે.વિતેલા દિવસની સરખામણીમાં પણ આજના નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં  કોરોનાના 4 હજાર 282 નવા કેસ નોંધાયા છે. જ્યારે વિતેલા દિવસે દેશમાં કોરોનાના 5 હજાર 874 નવા કેસ નોંધાયા હતા. એટલે કે એમ કહેવું રહ્યું કે કોરોનાના કેસ ઝડપથી ઘટવા લાગ્યા છે કારણ કે થોડા દિવસો પહેલા આ આંકડો 12,000 ને વટાવી ગયો હતો ત્યારે હવે આ કેસ 5 હજારની અંદર આવી રહ્યા છે.

જો દેશમાં  સક્રિય કેસો વિશે વાત કરવામાં આવે તો  હાલમાં સક્રિય કેસોની સંખ્યા 47 હજાર 246 જોવા મળે છે, જ્યારે સક્રિય કેસ કુલ કેસોના 0.11 ટકા જોવા મળે છે. આ સાથે જ  કોરોનામાંથી સાજા થવાનો દર હાલમાં 98.71 ટકા નોંધાયા છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થનારા વિશે વાત કરીએ તો આ દરમિયાન કુલ 6 હજાર 037 લોકો સાજા થયા છે. હાલમાં કોરોના કેસોની દૈનિક હકારાત્મકતા દર 4.92 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 4.00 ટકા જોવા મળે છે.