Site icon Revoi.in

કોરોનામાં રાહતઃ છેલ્લા 24 કલાકમાં 7 હજારથી પણ ઓછા કેસ નોંધાયા, સક્રિય કેસો હવે 55 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસમાં રાહત જોવા મળી રહી છે ,છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસનો આંકડો 10 હજારની અંદર નોંધાઈ રહ્યો ચે તો સાથે જ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે જેને લઈને દેશમાં સક્રિય કેસોની સંખ્યા હવે 60 હજારની અંદર આવી ચૂકી છે.

દેશભરમાં જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના કુલ 6 હજાર 809 નવા કેસ સામે આવ્યા છે, વિતેલા દિવસની સરખામણીમાં એ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે 

વિતેલા દિવસે 7 હજાર 219 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ હવે સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 60 હજારથી પણ ઓછી થઈ ગઈ છે. તાજેતરના ડેટા અનુસાર, હાલમાં દેશભરમાં કોરોનાના 55 હડાર 114 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે દિલ્હી અને મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

દેશમાં જો સક્રિય કેસોની વાત કરીએ તો સક્રિય દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસોના 0.13 ટકા જોવા મળે  છે. કોવિડ-19માંથી સાજા થતા દર્દીઓનો દર વધીને 98.68 ટકા થઈ ગયો છે.

Exit mobile version