Site icon Revoi.in

કોરોનામાં રાહત – 24 કલાકમાં કોરોનાના 7,219 નવા કેસ નોંધાયા, સ્વસ્થ થનારા દર્દીઓ નવા નોંધાતા કેસ કરતા વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનાન કેસોમાં વધઘટ સામે આવી રહી છે, જ્યારે બે દિવસથી કોરોનાના કેસનો આંકડો 8 હજારથી વધુ નોંધાઈ રહ્યો હતો ત્યારે વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા કેસમાં રાહત સામે આવી છે.છેલ્લા 24 કલાકમાં 9 હજારથી ઓછા કોરોનાના કેસો નોંધાય છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અને સરકારી આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 7 હજાર 219 નવા કેસ નોંધાયા છે જે કોરોનામાં મોટી રાહત દર્શાવે છે,આ સાથે જ દેશભરમાં સ્ક્રિય કેસો હવે 60 હજારથી પણ ઓછા જોવા મળી રહ્યા છે.

જો દેશમાં સાજા થનારા દર્દીઓની વા ત કરવામાં આવે તો નવા નોંધાતા દર્દીઓ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે જોઈ શકાય છે.  છેલ્લા 24 કલાકમાં 9 હજાર 651 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને તેઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. 

આ સાથે જ સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો હવે 56 હજાર 745 સક્રિય કેસ દેશમાં જોવા મળી રહ્યા છે,જો કોરોનાના સકારાત્મકતા દરની વાત કરીએ તો  હાલ દૈનિક હકારાત્મકતા દર 1.98 ટકા જોવા મળે છે.

Exit mobile version