Site icon Revoi.in

શું આ સમસ્યા તમારી પર્સનાલિટી બગાડે છે,તો સરળતાથી કરો તેને દૂર

Social Share

ક્યારેક શરીરમાં એવા પ્રકારના બદલાવ પણ જોવા મળતા હોય છે જેને કારણે કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટી બગડી જાય છે. ક્યારેક શરીર વધારે જાડુ થઈ જતા કપડાના ફીટીંગમાં તકલીફ પડતી હોય છે. આ ઉપરાંત પુરુષોને યોગ્ય દાઢી આવવાને કારણે તેમને લાગતું હોય છે તેમની પર્સનાલિટી બગડી રહી છે. આવામાં જોવા કરવામાં આવે સ્ત્રીઓની તો તેમને પણ અનેક પ્રકારની સમસ્યા હોય છે જે તેમની સુંદરતાને બગાડતું હોય છે.

મહિલાઓના ચહેરા પર વધારાના વાળ હોય તો તેને દૂર કરવા આવશ્યક બની જાય છે. કેમ કે, ન ગમત વધારાના વાળ મહિલાઓની સુંદરતામાં ઘટાડો કરે છે. ત્યારે આવી વધારાની રૂવાટીને દૂર કરવા માટે મહિલાઓ બ્યૂટી પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. છતાં અમુક એવી રીતના કારણે ચહેરાને નુકસાન થઈ શકે છે.

આ માટેનું સોલ્યુશન એ છે કે અખરોટ અને મધ ચહેરા પર વધારાના વાળને હટાવવામાં મદદ મળે છે. તે માટે સૌથી પહેલાં અખરોટને છોલી તેને મિક્સરમાં ગ્રાઈંડર કરો અથવા ખાંડી લો. અને તેમાં મધ ભેળવી લો. આ પેસ્ટને આંગળીમાં લઈને ધીમે ધીમે મસાજ કરો. અને થોડીવાર પછી ચહેરો ધોઈ લો.

આ ઉપરાંત હળદર વાળના ગ્રોથને ઓછો કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ફેશિયલ હેર રિમૂવ કરવા માટે રામબાણ ઈલાજ છે. તેના માટે તમારે એલોવેરા જેલમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવવાની રહેશે. આ પેસ્ટને ચહેરા જ્યાં રૂવાંટી છે ત્યાં લગાવી લો. પેક સુકાઈ જાય પછી ચહેરાને ધોઈ લો. આનો નિયમિત ઉપયોગ કરવાથી હેર ગ્રોથ ઓછો થઈ જશે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે, અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.