Site icon Revoi.in

જાણીતા ભારતીય સ્પિનર ભગવત ચંદ્રશેખરની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ –  હાલ સ્થિતિમાં સુધારો

Social Share

દિલ્હીઃ-પૂર્વ ભારતીય ક્રિકેટર બી.એસ.ચંદ્રશેખરની  અચાનક તબિયત લથડતાં તેમને બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી આપતાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા વિનય મૃત્યુંજયે જણાવ્યું હતું કે, 75 વર્ષના ચંદ્રશેખરને હાલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

તેમની તબિયત અંગે તેમના પત્ની સંધ્યા ચંદ્રશેખરે પણ જણાવ્યું હતું કે,તેઓની તબિયત હવે સારી છે,જ્યારે તેઓ મેટ જોઈ રહ્યા હતા ત્યારે તેઓને અચાનક બોલવામાં તકલીફ થઈ હતી,કરી હતી. તેથી અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા. હવે તે ઓઠીક છે અને બે દિવસમાં તેમને રજા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખર ભારતના સ્ટાર સ્પિન બોલર રહી ચૂક્યા છે. તેઓ 60-70 ના દાયકામાં તેઓની એક ખાસ ઓળખ  હતી. ભાગવતે તેની ટેસ્ટ કારકિર્દીમાં 58 મેચ રમી હતી અને 242 વિકેટપણ લીધી હતી. તેણે મેચમાં 16 વાર પાંચ વિકેટ અને બે વખત 10 વિકેટ ઝડપી હતી. જોકે, તેમણે વનડેમાં એક જ મેચ રમી હતી, જેમાં 36 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.તેમના દાયકાના ક્રિકેટ સ્ટાર રહ્યા છે, આજે પણ ક્રિકેટ જગતમાં તેમનું નામ મોખરે લેવાઈ રહ્યું છે

સાહિન-