Site icon Revoi.in

સંશોધન – દેશના 52 ટકા કિશોરો નમકીન અને ચિપ્સને રહે છે નિર્ભર – પોતાના રોજીંદા ખોરાકમાં આ વસ્તુઓ આરોગે છે

Social Share

દિલ્હીઃ-એક સંશોધન મુજબ દેશના 52 ટકા કિશોરો નમકીન અને ચિપ્સ પર નિર્ભર રહે છદરરોજ તેઓ ભોજમાં આ વસ્તુઓ પર આધારિત રહે છે. આટલું જ નહીં, 49.3 ટકા કિશોરો દિવસભર તળેલી વસ્તુઓથી પેટ ભરી રહ્યા છે. આ ફક્ત કિશોરો જ નથી, પરંતુ દેશના 98 ટકા વ્યસ્કો લીલા શાકભાજી અને ફળોથી દૂર રહીને આ પ્રકારનો ખોરાક આરોગે છે.

દેશમાં પ્રથમ વખત સંક્રમણ રોગો અંગેના સર્વેના અહેવાલમાં આ વાત સામે આવી છે. કહેવામાં આવ્યું છે કે જો આ સ્થિતિ યથાવત રહે, તો પછીના 20 થી 30 વર્ષોમાં આ પ્રકારનો ખોરાક લેતા લોકોને ઘણી ગંભીર બિમારીઓનો સામનો કરવો પડી શકે છે.

સપ્ટેમ્બર 2017 થી જુલાઈ 2018 ની વચ્ચે થયેલા આ સર્વેને આઇસીએમઆર અને એનસીડીઆઈઆરની દેખરેખ હેઠળ દેશની 11 સંસ્થાઓ સાથે મળીને કર્યો છે, દેશના 28 રાજ્યોના 348 જિલ્લાના 300 શહેરો અને 300 ગામોમાં 12 હજાર પરિવારો સાથે વાતચીત કર્યા પછી સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રણ હજાર લોકોના યૂરિનના નમૂનાની પણ તપાસ કરવામાં આવી હતી. સોમવાર 25 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા રિપોર્ટ બહાર પાડ્યો હતો અને ચેપી રોગો સામે ઝુંબેશ ચલાવવાની દિશામાં મહત્વનું માન્યું હતું.

વિતેલા સોમવાર 25 જાન્યુઆરીના રોજ રજુ થયેલા રાષ્ટ્રીય એનજીઓ સર્વેલન્સ સર્વે 2017-18 ના અહેવાલ પ્રમાણે ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર જેવા રોગો દરેક વય જૂથને અસર કરી રહ્યા છે. 15 થી 17 અને 18 થી 19 વર્ષની વયના લોકો પરના સર્વે દરમિયાન, વિવિધ રાજ્યોમાં 1402 ઘરો અને 1531 કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે 19 ટકા કિશોર નૂડલ્સ, 6.4 ટકા પિઝા / બર્ગર, 18.2 ટકા કોલ્ડડ્રિંક્સ, 6.5 ટકા એનર્જી ડ્રિંક્સ પર આધાર રાખે છે. ફક્ત 33.9 ટકા કિશોરોએ જ સ્વીકાર્યું છે કે તેઓ દરરોજ તાજા ફળો અથવા તેના રસનો વપરાશ કરે છે. પરિણામે, 6.2 ટકા વધુ વજન અને 1.8 ટકા જાડાપણું મળ્યું હતું.

બેંગ્લોર સ્થિત એનસીડીઆઈઆરના ડિરેક્ટર ડો,પ્રશાંત માથુરનું આ અંગે કહેવું છે કે ‘દેશમાં સંસ્થા બિન-ચેપી રોગો પર 2011 માં શરૂ થઈ હતી. દેશભરના 600 સંગઠનો સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે.

આ સિવાય 30 થી 69 વર્ષની વયના 26 ટકા લોકોમાં લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો જોવા મળ્યો છે. જોકે આમાંથી 47 ટકા લોકો તેમની સમસ્યાઓથી વાકેફ છે, તેમાંથી માત્ર 38 ટકા લોકો જ સારવાર લઈ રહ્યા છે. એ જ રીતે, બ્લડ પ્રેશરમાં 52 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી માત્ર 29 ટકા લોકોએ જ તેમની તપાસ હાથ ધરી છે.

સાહિન-

Exit mobile version