Site icon Revoi.in

મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડાની 1700 બોરીની આવક, 20 કિલોના 1050થી વધુ ભાવ બોલાયા

Social Share

મહેસાણા :  ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકનું સારૂએવું ઉત્પાદન થાય છે. ત્યારે મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડા અને રાયડાની ધૂમ આવક જોવા મળી રહી છે. આ વર્ષે મહેસાણાના પંથકમાં એરંડા, રાયડા , કપાસ પાકનું વધારે વાવેતર થયું હતું. મહેસાણા માર્કેટ યાર્ડમાં બુધવારે એરંડાના ભાવ 1,050થી 1,264 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. અને યાર્ડમાં 1,763 બોરીની આવક નોંધાઇ હતી. જ્યારે રાયડાની 195 બોરી આવક નોંધાઇ હતી, જેના ભાવ 1,020થી 1,078 રૂપિયા નોંધાયા હતા. રાયડાની આવકના વધારા સાથે ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

મહેસાણા માર્કેટ યાર્ડમાં બુધવારે એરંડાની 1763 બોરીની આવક થઈ હતી અને એરંડાના ભાવ 1,050 થી 1,264 રૂપિયા પ્રતિ મણ ઉપજતા ખેડુતોને રાહત થઈ હતી. યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો અનાજ , એરંડા, રાયડા અને અજમો સહિતના પાકો વેચાણ અર્થે લઇને ઉમટી પડ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં રાયડાની 195 બોરીની આવક નોંધાઇ હતી, જેના ભાવ 1020 થી 1078 નોંધાયા હતા. જો કે, રાયડાની આવકના વધારા સાથે ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

મહેસાણા યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતો અજમો,સવા ,રાયડા જેવા પાકોનું વેચાણ કરવા માટે પણ આવ્યા હતા. એરંડાની 1,763 બોરીની આવક જોવા મળી જેનો ભાવ 1,050 થી 1,264 રૂપિયા નોંધાયો હતો. તેમજ અજમાની 4 બોરીની આવક નોંધાઇ હતી. જેના ભાવ 2,200થી 3,300 રૂપિયા પ્રતિ મણ સુધીના બોલાયા હતા જેમાં હાલ 200 નો ઘટાડો જોવા મળ્યો હતો. સવાનો ભાવ 2,400થી 4,080 રૂપિયા નોંધાયો હતો,સવાના ભાવમાં 800નો વધારો નોંધાયો હતો, માર્કેટ યાર્ડમાં ખેડૂતો અજમો, સવા, રાયડા જેવા પાકોનું વેચાણ કરવા માટે પણ આવ્યા હતા. રાયડાની 195 બોરીની આવક જોવા મળી હતી. જ્યારે રજકાનો નીચો ભાવ 2,752 રૂપિયા પ્રતિ મણ અને ઊંચો ભાવ 4,100 પ્રતિ મણ બોલાયો હતો જેની આજ રોજ મહેસાણા માર્કેટ યાર્ડમાં 21 બોરીની આવક નોંધાઇ હતી . માર્કેટ યાર્ડમાં જીરુંની પણ આવક જોવા મળી હતી જેનો ભાવ 11 હજાર રહેવા પામ્યો હતો. જ્યારે ઘઉંની 144 બોરીની આવક જોવા મળી છે, જેના ભાવ 432 થી 512 નોંધાયા છે.આજે બાજરીની પણ 20 બોરીની આવક જોવા મળી હતી જેના ભાવ 446 રહેવા પામ્યા હતા.