Site icon Revoi.in

ઐતિહાસિક ઉડાનઃ ભારતની શિરિષા સહીત પાંચ મેમ્બર્સ સાથે બ્રેનસન અંતરિક્ષની યાત્રા કરીને પૃથ્વી પર પરત ફર્યા

Social Share

 

દિલ્હીઃ કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ આ બે નામથી દરેક લોકો જાણીતા છે, અંતરિક્ષની સફર ખેંડનારી આ બન્ને ભારતીય મહિલાઓએ અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે, ત્યારે હવે આ શ્રેણીમાં વધુ એક ભારતમાં જન્મેલી મૂળ ભારતીય મહિલા અંતરિક્ષની મુસાફરી કરીને પરત ફરી છે.

સિરીશા બંદલા, જે રિચર્ડ બ્રેન્સનની સ્પેસ કંપની વર્જિન ગેલેક્ટીકનું અંતરિક્ષયાન વર્જિન ઓર્બિટમાં બેસીને 11 જુલાઈના રોજ અંતરિક્ષની મુસાફરી પર રવાના થઈ હતી . રિચર્ડ બ્રેન્સની આ સમગ્ર ટીમ હવે પરત ફરી છે. આ યાત્રામાં શિરીશા સહીત અન્ય પાંચ સભ્યોની સાથે ન્યૂ મેક્સિકોથી અંતરિક્ષ સુધીની સફર કરી છે.

વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસન પોતાના સ્પેસપ્લેન વર્જિન વીએસએસ યુનિટી દ્વારા અંતરિક્ષની યાત્રા પરરવાના થયા હતા અને અંદાજે આ ટીમ સવા કલાક કરતા વધુ સમય માટેની યાત્રા કરીને ફરી ઘરતી પર ફર્યા છે.

રવિવારે તેમની આ યાત્રા માટે બ્રેનસનના યાને ન્યૂ મેક્સિકોના દક્ષિણી રણપ્રદેશથી અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી. ભારતીય સમયાનુસભારતના ટાઈમ પ્રમાણે આ યાત્રા રાત્રે 8 કલાકે શરૂ થઈ અને આશરે સવા કલાક બાદ રાત્રે 9.12 કલાકે આ ટીમ પૃથ્વી પર આવી પહોંચી હતી, આમ અંતરિક્ષની યાત્રાએ નિકળેલી આ ટીમ સવા કલાક જેટલા સમયે પરત ફરી હતી.

ઉલ્લેખનીય છે કે,વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસને વિતેલા દિવસને રવિવારે પોતાના રોકેટ દ્વારા અંતરિક્ષની યાત્રાની શરુાત કરી હતી . સિરિશા સંસ્થાપક સર રિચર્ડ બ્રેનસન અને પાંચ અન્ય સભ્યોની સાથે ન્યૂ મેક્સિકોથી અંતરિક્ષની સફર પર રવાના થયા હતા. અંતરિક્ષ યાને ન્યૂ મેક્સિકોના દક્ષિણી રણપ્રદેશથી ઉડાન ભરી હતી.ત્યારે હવે તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે.

Exit mobile version