Site icon Revoi.in

દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ તેમની જન્મ જયંતિ પર રીલીઝ થશે

Social Share

મુંબઈ: દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ તેમની જન્મજયંતિ 4 સપ્ટેમ્બરના રોજ મોટા પડદે રીલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ બાકી છે. અને અભિનેતા પરેશ રાવલે ઋષિ કપૂરના અધૂરા ભાગો પૂર્ણ કરવા સંમતિ આપી છે. આ ફિલ્મ એક 60 વર્ષીય વ્યક્તિની વાર્તા છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત મૈકગફિન પિક્ચર્સ સાથેની આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત હિતેશ ભાટિયાએ કર્યું છે.

પરેશ રાવલ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ “શર્માજી નમકીન” ના બાકીના ભાગનું શૂટિંગ પૂર્ણ કરશે. ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, રાવલ ફિલ્મમાં આ જ પાત્ર ભજવશે. તેમણે કહ્યું, પરેશ રાવલે ફિલ્મના બાકીના ભાગના શૂટિંગ માટે સંમતિ આપી છે. શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

આ ફિલ્મમાં અભિનેત્રી જૂહી ચાવલા પણ અભિનય કરતી જોવા મળશે. જૂહી ચાવલાએ 1990ના દાયકામાં “બોલ રાધા બોલ”, “ઈના મીના ડીકા” અને “દરાર” જેવી ફિલ્મોમાં ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે, ઋષિ કપૂરનું ગયા વર્ષે 30 એપ્રિલના રોજ 67 વર્ષની વયે નિધન થયું હતું. તેના નિધનના બે વર્ષ પહેલાં લ્યુકીમિયાથી પીડાતા હોવાનું જણાયું હતું. તેની સારવાર ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી. સારવાર માટે તે લાંબા સમય સુધી વિદેશમાં જ રહ્યા. આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની નીતુ સિંહ અને પુત્ર રણબીર કપૂર હંમેશા તેમની સાથે ઉભા રહ્યા હતા.

-દેવાંશી