Site icon Revoi.in

પાકિસ્તાનમાં મોંઘવારીનો માર,પેટ્રોલ-ખાંડ-દૂધ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ વધતાં હોબાળો મચ્યો

Social Share

દિલ્હી : પાકિસ્તાનમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે, ભારત સામે લડવાની ગુલબાંગો હાંકતા રહેતા પાકિસ્તાનમાં મોંઘવારીના મારમાં પ્રજા પિસાઈ રહી છે. પેટ્રોલ-ખાંડ-દૂધ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ વધતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. પેટ્રોલ 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચ્યું, જ્યારે ખાંડ પણ 150 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.

આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય વ્યક્તિ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. એક અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની કિંમતો બમણી થઈ ગઈ છે, જ્યારે ઘી, તેલ, લોટ અને ચિકનની કિંમતો ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. પાકિસ્તાનના ફેડરલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (FBS) અનુસાર, ઑક્ટોબર 2018 થી ઑક્ટોબર 2021 સુધીમાં વીજળીના દરો 4.06 રૂપિયા પ્રતિ યુનિટથી 57 ટકા વધીને 6.38 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગયા છે.