Site icon Revoi.in

રિતેશ દેશમુખનો પત્ની જેનેલિયા અને ફરાહ ખાન સાથેનો વીડિયો થયો વાયરલ

Social Share

મુંબઈઃ બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખ ફિલ્મોથી હાલ દૂર છે. જો કે, સોશિયલ મીડિયામાં તેઓ અવાર-નવાર પોતાની ઉપસ્થિતિ બતાવે છે. અભિનેતા વીડિયો તથા વિવિધ પોસ્ટ મારફતે પ્રસંશકોના સંપર્કમાં રહે છે. રિતેશ દેશમુખ પોતાના અભિનયની સાથે સેન્સ ઓફ હ્યુમરના કારણે પણ જાણીતા છે. રિતેશ અવાર-નવાર ફની વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરે છે. જેને તેમના પ્રશંસકો ખુબ પસંદ કરે છે. દરમિયાન અભિનેતાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

અભિનેતા રિતેશ દેશમુખનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં પત્ની જેનેલિયા ડિસૂઝા અને ફિલ્મ ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન સાથે ‘એક તરફ હૈ ઘરવાલી એક તરફ બહારવાલી’ ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો ફરાહ ખાને પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કર્યો છે. વીડિયોને શેયર કરતા ફરાહ ખાને લખ્યું છે કે, જ્યારે પ્રિય રિતેશ દેશમુખ ઘરવાળીને અમારા શો ઉપર લઈ આવ્યો. મારા બંને ફેવરિટ. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે અને પસંદ કર્યો છે.

તાજેતરમાં જ રિતેશ દેશમુખનો અન્ય એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે સિનિયર સિટીઝનને મળે છે. તેમણે રિતેશ દેશમુખનો લુક જોઈને કહ્યું હતું કે, ગુંડા જેવો દેખાય છે. તેમ છતા રિતેશ દેશમુખે તેમની સાથે વાતચીત કરી હતી.

(Photo - social media)