Site icon Revoi.in

રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કેવિન પીટરસન બન્યા ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન

Social Share

કેવિન પીટરસનને ઇંગ્લેન્ડની ટીમની કમાન સોંપવામાં આવી છે. તેમણે જે ઇંગ્લેન્ડ ટીમની કપ્તાનીની જવાબદારી સંભાળી છે, તે રોડ સેફટી ટુર્નામેન્ટમાં રમવા જઇ રહેલી ઇંગ્લેન્ડની લિજેન્ડ્સની ટીમ છે.

રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 5 થી 21 માર્ચ 2021 ની વચ્ચે છત્તીસગઢના રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની તમામ મેચ અહીં શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેવિન પીટરસન ઇંગ્લેંડ લિજેન્ડ્સના કપ્તાન હશે. આ ટીમમાં ઓવેસ શાહ, મોંટી પાનેસર, હોગાર્ડ, સાઇડબોટમ અને ટ્રોટ જેવા દિગ્ગજઓ સામેલ થશે. ઇંગ્લેંડની લિજેન્ડ્સની ટીમ 26 ફેબ્રુઆરીએ રાયપુર આવશે.

ક્રિકેટ દેશમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી રમત છે. અને ક્રિકેટરોને રોલ મોડેલ તરીકે જોવામાં આવે છે. તેથી આ લીગનો હેતુ રસ્તાઓમાં પોતાના વ્યવહાર પ્રતિ લોકોના મનને પ્રભાવિત કરવા અને બદલવાનો છે. આ ટુર્નામેન્ટ મહારાષ્ટ્રના રોડ સેફટી સેલ દ્વારા પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપના સહયોગથી શરૂ કરવામાં આવેલ એક પહેલ છે. લિટલ માસ્ટરના નામથી મશહૂર ભારતના પૂર્વ ટેસ્ટ સલામી બલ્લેબાજ સુનીલ ગાવસ્કર આ સીરીઝના કમિશ્નર છે. તો સચિન તેંદુલકર આ લીગના બ્રાંડ એમ્બેસેડર છે.

રોડ સેફટી વર્લ્ડ સીરીઝ ગયા વર્ષે શરૂ થઈ હતી,પરંતુ કોરોના મહામારીના લીધે 11 માર્ચના ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી હતી. અને ફક્ત ચાર મેચ જ યોજવામાં આવી હતી. હવે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 65,000 દર્શકોની ક્ષમતાવાળા નવા બનેલા સ્ટેડિયમમાં બાકીની મેચનું આયોજન કરવામાં આવશે.

-દેવાંશી