Site icon Revoi.in

ઉના બસ સ્ટેશનમાં બની લૂંટની ઘટના, આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટારાઓ સોના-ચાંદીના દાગીના લૂંટી ગયા

Social Share

સોરાષ્ટ્ર જાણે ગુનાખોરીનું હબ હોય તેમ ચોરી અને લૂંટના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથના ઉના બસ સ્ટેશનમાં લૂંટ થયાનો બનાવ બનવા પામ્યો હતો. 5 થી 6 લૂંટારુંઓએ બસ સ્ટેશનમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 47 લાખ રોકડ અને અંદાજે 18 લાખનાં સોના-ચાંદીના દાગીના સહિત હીરાની લૂંટ ચલાવી હતી.

આંગડીયા કર્મી વહેલી સવારે ઉનાથી ભાવનગર જતો હતો.તે દરમિયાન આ ઘટના બની હતી.જોકે,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.હાલ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

જો કે તમામ વ્યક્તિઓએ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પોતાની પાસે કિમતી વસ્તું હોય ત્યારે સતર્ક વધારે રહેવું જોઈએ. જ્યારે કિમતી સામાન લઈને નિકળો ત્યારે ચહેરાના હાવભાવ પણ સામાન્ય રાખવા જોઈએ જેથી કરીને ચોર લૂંટારાઓને તમારા પર શક ન જાય.