Site icon Revoi.in

રોજર બિન્ની BCCIના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીના સ્થાને આવે તેવી શક્યતાઃ સૂત્રો

Social Share

મુંબઈ: ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની સૌરવ ગાંગુલીના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ બની શકે છે.બિન્ની,જે ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા, હાલમાં તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) માં પદાધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે જ જય શાહ પણ યથાવત રહેવાની શક્યતા છે.આ સિવાય રાજીવ શુક્લા ઉપાઘ્યક્ષના પદ પર રહી શકે છે.

સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર અનુસાર ઓક્ટોબર, 2019માં BCCIના પ્રમુખ બનેલા ગાંગુલી આગામી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ તરીકે પોતાનો દાવો રજૂ કરી શકે છે.

BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે, જ્યારે 11 અને 12 ઓક્ટોબરના રોજ ઉમેદવારી દાખલ કરી શકાશે. 13મી ઓક્ટોબરના રોજ નામાંકનોની ચકાસણી થશે અને 14મી ઓક્ટોબર સુધી ઉમેદવારો તેમની ઉમેદવારી પરત ખેંચી શકશે.

Exit mobile version