Site icon Revoi.in

બે લાખ કરોડ રૂપિયા ગરીબો-મજૂરો પર ખર્ચ કર્યા, દરેક ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું: સંસદમાં પીએમ મોદી

Social Share

દિલ્હી:ઉત્તરપ્રદેશ વિધાન સભાની ચૂંટણી સાથે પંજાબ અને અન્ય રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આવામાં ચૂંટણી શરૂ થતા પહેલા જ સંસદમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. સંસદમાં પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું કે જો આપણે લોકલ માટે વોકલની વાત કરી રહ્યા છીએ, તો શું આપણે મહાત્મા ગાંધીના સપના પૂરા નથી કરી રહ્યા? તો પછી વિપક્ષ દ્વારા તેની મજાક કેમ ઉડાવવામાં આવી રહી છે? અમે યોગા કર્યા. અને ફિટ ઈન્ડિયાની વાત કરી. પરંતુ વિપક્ષોએ પણ તેની મજાક ઉડાવી.

આગળ પીએમ મોદીએ એમ પણ કહ્યું કે મુદ્રા યોજના સફળ રહી. માતાઓ અને બહેનો આ ક્ષેત્રમાં આવ્યા. લાખો લોકો ગેરંટી વગર બેંકોમાંથી લોન લઈને સ્વરોજગાર તરફ આગળ વધ્યા છે અને એક-બે લોકોને રોજગાર આપીને પોતે પણ કરી રહ્યા છે. અમે ગરીબ કામદારો માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને પણ કેટલીક વાત કહી જેમાં કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં, 100 વર્ષની સૌથી મોટી વૈશ્વિક મહામારીના સંકટનો સામનો સમગ્ર વિશ્વની માનવજાત કરી રહી છે. આ દરમિયાન, તેમણે કહ્યું કે આજે મેડ ઇન ઇન્ડિયા કોવિડ રસી વિશ્વમાં સૌથી અસરકારક છે. આજે, ભારત 100 ટકા પ્રથમ ડોઝના લક્ષ્યની નજીક પહોંચી રહ્યું છે અને લગભગ 80 ટકા બીજો ડોઝ પણ પૂર્ણ કર્યો છે.